Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ચીન મનમાની કરી લોકોને નજરકેદ કરવાનું બંધ કરેઃ ફ્રાંસની ચેતવણી

પેરીસઃ ફ્રાંસે બુધવારે ચીનને કહ્યું કે, તે શિનજિયાંગમાં મોટા પ્રમાણમાં લોકોને મનમાની કરીને નજરબંધ કરવાનું બંધ કરે. ખરેખર ચીને અંદાજીત ૧૦ લાખ ઉઈગર મુસલમાન અને અન્ય મુસ્લિમ અલ્પસંખ્યકોને એવી શિબિરોમાં રાખ્યા છે. જેને પેઈચિંગ વોકેશનલ સ્કુલ (વ્યાવસાયિક વિદ્યાલય) કહેવામાં આવે છે.

 ફ્રાંસના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ સંવાદદાતાને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, ચીન મનમાની કરીને લોકોને નજરબંધ કરવાનું બંધ કરે. વિદેશ મંત્રી જયા વેસ લે ડ્રાયને ચીનને કહ્યું કે, તેઓ આ શિબિરોને બંધ કરે અને સંયુકત રાષ્ટ્રના માનવધિકાર મામલાઓના ઉચ્ચાયુકત ને જલ્દી થી જલ્દી શિનજિયાંગ જવા દે જેથી ત્યાંની હાલત વિશે રિપાર્ટ આપી શકે.

 શિબિરો વિશેનો ખુલાસો નવેમ્બર મહિનાના મધ્યમાં થયો હતો. જયારે આનાથી જોડાયેલા દસ્તાવેજો ચીન રાજનિતિક સંસ્થાઓથી જોડાયેલા એક સદસ્યથી લીક થઈ ગયા હતાં. ચીને શરૂઆતમાં આ નજરબંદી શિબિરોના અસ્તિત્વ વિશે ઈન્કાર કર્યો હતો. પરંતુ પછી પોતાની વાતથી ફરી જઈ અને કહ્યું કે, આ વ્યાવસાયિક વિદ્યાલય છે જેનો ઉદ્દેશ્ય શિક્ષા અને પ્રશિક્ષણ દ્વારા ઈસ્લામિક કટ્ટરપંથથી મુકાબલો કરવાનો છે.

(3:33 pm IST)