Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

એપલ વોચ હૃદયની તકલીફની જાણ કરે છે?

ઇસીજી અને એપલ વોચના રીડીંગોમાં ૮૪ ટકા સામ્યતા

દરેકની એક ઇચ્છા હોય કે કાંડા પર એક એવું ઉપકરણ હોય જે સતત આરોગ્ય વિષયક ચેકીંગ કરતું રહે અને કોઇ તકલીફ ઉભી થઇ હોય તો તેની જાણ કરે જેનાથી આપણે ડોકટરનો સંપક કરવાની ખબર પડે અને કોઇ મોટી તકલીફ થી બચી શકાય.

એપલ ઘડીયાળમાં હાર્ટ એપ પાછળનો ઉદ્દેશ આ જ છે. એપલ વોચ તમારા હૃદયની ધડકનોની પેટર્ન પર ધ્યાન રાખે છે અને કોઇ તકલીફ હોય તો તે જાણી શકે છે તે એટ્રીઅલ ફાઇબ્રીલેશન અથવા એફીબ તરીકે ઓળખાતી તકલીફને દર્શાવેએ ફીબની અનિયમીત ધડકનોથી સ્ટ્રોક, લોહી ગંઠાવુ અથવા હાર્ટફેઇલ થઇ શકે છે.

સામાન્ય લોકોમાં એફીબની તકલીફને એપલની આ ઘડીયાલ કેટલી ચોકસાઇ પૂર્વક જાણી શકે છે તેના પર નિષ્ણાતો એપલ સાથે મળીને એક અભ્યાસ કરી રહ્યા છે. એપલ હાર્ટ સ્ટડી તરીકે ઓળખાતા આ પ્રોજેકટના પરિણામો અમેરીકન કોલેજ ઓફ કાર્ડીયોલોજીની વાર્ષિક મીટીંગમાં રજૂ કરાયા હતા. હવે ૧૩ નવેમ્બરે ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન રજૂ કરવામાં આવેલ રીપોર્ટ અનુસાર એપલની આ ઘડીયાળ અને ઇસીજીના રીડીંગ ૮૪ ટકા મળતા આવે છે.

એનઇજેએમના આ સર્વેમાં એપલ વોચ ધરાવતા લગભગ ૪,૨૦,૦૦૦ લોકો સ્વૈચ્છીક રીતે જોડાયા હતા. લગભગ ૪ દિવસ કરાયેલા આ સર્વેમાં ૦.૫ ટકા લોકોની ઘડીયાળમાં હૃદયની ધડકનો અનિયમીત જણાઇ હતી. તેમને સાત દિવસ માટે એપલવોચ પહેરાવીને જ ઇસીજી માટે હોસ્પીટલમાં રખાયા હતા. કારણ કે એ ફીબ અમુક સમય પુરતું જ હોય છે સતત નથી હોતુ આમ ઇસીજીના રિડીંગ અને એપલ વોચના રિડીંગની સરખામણી રિસર્ચરો કરી શકયા હતા. તેમને જાણવા મળ્યું કે બંન્નેના રીડીંગો ૮૪ ટકા સમયે સરખા રહ્યા હતા. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:18 pm IST)