Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

કેન્યાનો સોલર પાવર પ્લાન્ટ ખારા પાણીને પીવા લાયક બનાવીને દરરોજ ૩પ,૦૦૦ લોકોને પાણી પુરૃં પાડે છે

કેન્યા તા. ર૯ : આફ્રિકાના દેશ કેન્યાના કિયુન્ગાના ૩પ,૦૦૦ રહેવાસીઓને GivePower નામના NGO દ્વારા સંચાલિત સોલર વોટર ફાર્મની મદદથી પીવાના પાણીનો પુરવઠો મળે છે. આજે આપણે રસોડાના નળમાંથી આપણા પ્યાલામાં પાણી રેડતી વખતે બે વખત વિચારતા નથી, પરંતુ દુનિયાના બાવીસ અબજ લોકોને સુરક્ષિત પીવા લાયક પાણી મળતું નથી. આફ્રિકાના કેન્યામાં એ સમસ્યાના ઉકેલની દિશામાં GivePower  નામના NGO એ નોંધ પાત્ર પ્રયાસ કર્યો છે. NGO એ કેન્યાના પૂર્વ કાંઠા પરના કિયુન્ગા ગામમાં ખારા પાણીનેમીઠું બનાવવા માટે સોલર પાવર્ડ ડિસેલિનેશન પ્લાન્ટ-સોલર વોટર ફાર્મની સ્થાપના કરી છે. સોલર પેનલ્સ દ્વારા પ્રાપ્ત ઉર્જાથી પેદા થતી પ૦ કિલોવોટર ઉર્જાવડે બે વોટર પમ્પસ ર૪ કલાક ચાલે છે. એમાં ખારૃં અને દુષિત પાણી પીવા લાયક બને છે. ઘણા વર્ષોથી સતત સૂકા દુકાળનો સામનો કરતા કેન્યાના પૂર્વ કાંઠાના પ્રદેશમાં ખારૃં અને દુષિત પાણી પીવાને કારણે કોલેરા અને મરડા જેવી પાણીના જંતુઓને કારણે થતી બીમારીઓ લોકોમાં વ્યાપક હતી. સોલર વોટર ફાર્મના ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા શુદ્ધ અને સ્વચ્છ પાણી મળતા એ બીમારીઓનો વ્યાપ ઘટવા માંડયો છે.

(11:39 am IST)