Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સુપર માર્કેટમાં શોપિંગ કરનારા તમામનું બિલ અજાણ્યા વ્યક્તિએ ભરી દીધું :પોતાને 'સંતા ' બતાવ્યો

મહિલાને કહ્યું કે, તમે જેટલો સામાન ખરીદવા માંગતા હોય એટલો ખરીદો, તમારૂ બીલ હું ભરી દઈશ ;સોશ્યલ મીડિયામાં વાત શેર કરી

અમેરિકાના ડર્બી શહેરમાં એક વ્યક્તિએ વોલમાર્ટના સુપર માર્કેટમાં ખરીદી કરવા આવેલા લોકોનું તમામ બિલ ચુકવી દીધુ હતું  પૂછવા પર તેને પોતાની જાતને સંતા બતાવી. જોકે, આ વ્યક્તિની અસલી ઓળખ હજુ પણ લોકો વચ્ચે પહેલી બની ગઈ છે

    મોલમાં ખરીદદારી કરવા આવેલી જૂલી ગેટ્સ નામની મહિલાએ જણાવ્યું કે, તે પોતાનો તમામ સામાન ઉઠાવીને પેમેન્ટ કરવા જઈ રહી હતી. તે સમયે કેસ કાઉન્ટર પાસે ઉભા રહેલા એક વ્યક્તિએ તેને રોકી દીધી અને તેને પુછ્યું કે તે હજુ વધુ સામાન ખરીદવા માંગે છે? મુદ્દે મહિલાએ કહ્યું કે, હાં, તેને બીજી પણ વસ્તુઓ ખરીદવી છે. ત્યારબાદ આ વ્યક્તિએ મહિલાને કહ્યું કે, તમે જેટલો સામાન ખરીદવા માંગતા હોય એટલો ખરીદો, તમારૂ બીલ હું ભરી દઈશ

   મહિલાએ જણાવ્યું કે, પહેલા તો તેને લાગ્યું કે, તે વ્યક્તિ તેની સાથે મજાક કરી રહ્યો છે, પરંતુ તે જ્યાં સુધીમાં તમામ સામાન ખરીદીને પાછી આવી ત્યા સુધી તે વ્યક્તિ ત્યાં જ ઉભો હતો. ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ મહિલાનું 199 ડોલર એટલે કે 14000નું બીલ ચકવી દીધુ. આ મુદ્દે મહિલાએ તેને પુછ્યુ કે, તમે કોણ છો. તો તેણે ઈશારો કરતા કહ્યું કે, સાંતા.

મોલમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું કે, તે વ્યક્તિએ તે રાત્રે સ્ટોરમાં રહેલા તમામ લોકોનું બીલ ચુકવ્યું. જોકે, વોલમાર્ટે એ જણાવવાની ના પાડી દીધી કે, તે અજાણ્યા વ્યક્તિએ કુલ કેટલા લોકોનું બીલ ભર્યું અને તેને કેટલો ખર્ચ થયો.

   મહિલાએ પોતાની પાસે બનેલી આ અનોખી ઘટનાને સોશિયલ મીડિયા પર પણ શેર કરી. આ સાથે તેણે તે અજાણ્યા વ્યક્તિનો પાછળથી લીધેલો ફોટો પણ શેર કર્યો. મહિલાની પોસ્ટ પર કેટલાએ લોકોએ કોમેન્ટ કરી અને જણાવ્યું કે, તેમનું બીલ પણ આ રીતે આ અજાણ્યા વ્યક્તિએ ભર્યું છે

   એક અન્ય મહિલાએ જણાવ્યું છે કે, તે અજાણ્યા વ્યક્તિએ તેનું 800 ડોલર એટલે કે લગભગ 56000 રૂપિયાનું બીલ ભર્યું છે. વે સચ્ચાઈ ભલે જે હોય, પરંતુ લોકો માટે આનાથી મોટી ખુશીની વાત શું હોઈ શકે

(12:40 am IST)