Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ખડખડાટ હસતા સિંહ જોયા છે ?

જંગલના રાજા સિંહની અલગ અલગ મુડમાં તસ્વીરો જોઇતી હોય તો એ માટે કેન્યાનું મસાઇમારા રિઝર્વ જાણીતું છે. હમેરિકાના સ્પાર્ટનબર્ગમાં રહેતી ૪૯ વર્ષની રોઝ ફલેમિંગ નામની મહિલા ફોટોગ્રાફરે આ જંગલમાં બે સિંહોની અનોખી તસ્વીર લીધી છે. જાણે કોઇકે જોફ કર્યો હોય અને બન્નેના ચહેરા પર મસ્તીભર્યુ સ્મિત આવ્યું હોય એવું તેમના ચહેરાના હાવભાવ જોઇને લાગેછે. રોઝે આ તસ્વીરો સાથે લખ્યું છે કે હું લગભગ એક કલાકથી આ બે સિંહોને ફોલો કરી રહી હતી. તેમની વચ્ચે જાણે કોઇક હલકીફુલકી વાતો થઇ રહી હોય એવું તેમના વર્તન પરથી લાગતું હતું. જાણે હસતા હોય એવા હાવભાવ ધરાવતા ઋસંહો ભાગ્યે જ જોવા મળે છે.

(12:19 pm IST)