Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

માદા વાનરને બનાવવામાં આવી સેકસવર્કર : અનેક લોકોએ કર્યું દુષ્કર્મ

ઇન્ડોનેશિયાની છે ઘટના

જાકાર્તા તા. ૨૯ : શું કયારેય કોઈ વાનરને સેકસવર્કર બનાવવાની વાત સાંભળી છે? તમને આ સવાલથી જ આશ્ચર્ય થયું હશે પરંતુ આ જ સાચું છે. ઈન્ડોનેશિયાના એક ગામમાં એક માદા વાનરને સેકસ વર્કર બનાવવાની વાત સામે આવી છે.

એક રિપોર્ટ અનુસાર પોની નામની માદા વાનરને ફેબ્રુઆરી ૨૦૦૩માં બોર્નિયો જંગલમાંથી ચોરી લેવામાં આવી હતી. તે સમયે ખૂબ જ નાની હતી. તેને એક વેશ્યાલયમાં રાખવામાં આવી હતી. જયાં તાડની ખેતી કરનારા ખેડૂત બે પાઉન્ડ આપીને તેની સાથે સેકસ માણતાં હતાં. તેને એક ચેઈન બાંધીને રાખવામાં આવી હતી.

આ માદા વાનરને બચાવનાર રાહતકર્મીઓનું કહેવું છે કે તેના સમગ્ર શરીરમાંથી વાળ દૂર કરાયાં હતાં. કોઈ ગ્રાહક સામે જયારે તેને લાવવામાં આવતી હતી ત્યારે તેને જવેલરી પહેરાવીને પફર્યુમ પણ છાંટવામાં આવતું હતું. જયારે પણ દરવાજા પર કોઈ દલાલ જોવા મળતો ત્યારે તે સમજી જતી હતી કે તેની સાથે બર્બરતા આચરવામાં આવશે. હવે તે કોઈપણ પુરૂષને જુએ છે તો ડરી જાય છે.

(12:18 pm IST)