Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

લવિંગથી દૂર કરો ગેસની સમસ્યા

કબજીયાત જેવી સમસ્યાથી તમારો આખો દિવસ ખરાબ પસાર થાય છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. કબજીયાતના કારણે દિવસ આખો થાક, માથુ ભારે લાગવુ, પેટ ફુલાઈ જવુ જેવી સમસ્યાઓ રહે છે. તો જાણો લવિંગ દ્વારા પેટમાં થતા ગેસની સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય છે.

આયુર્વેદ અનુસાર, ગેસની સમસ્યાને દૂર કરવા માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. તેને મધ સાથે લેવાથી કબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે. ૨ લવિંગનું મધ સાથે સેવન કરવાથી કબજીયાતની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ ઉપરાંત દરરોજ લવિંગ ચૂસવાથી પણ પેટ સાફ રહે છે અને ગેસ થતો નથી.

(9:45 am IST)