Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઘરની બહાર લીંબુ-મરચા બાંધવાથી..

કેટલાક લોકો પોતાના ઘરની અથવા દુકાનની બહાર લીંબુ-મરચા બાંધીને રાખે છે. કેટલાક લોકોનું માનવુ છે કે તેનાથી ખરાબ શકિતઓ ઘરથી દૂર રહે છે અને ઘરના સભ્યોને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી. પરંતુ, આવી તો માત્ર વાતો જ રહી...! હકીકતમાં લીંબુ-મરચા બાંધવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બિમારીઓ દૂર રહે છે.

શુદ્ધ વાતાવરણ : લીંબુના વૃક્ષની આસપાસનું વાતાવરણ સાફ રહે છે. પરંતુ, શહેરમાં દરેક ઘરે વૃક્ષ હોવુ શકય નથી. તેથી લોકો લીંબુ-મરચા બાંધે છે. જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થાય અને ઘરના સભ્યો ઉપર સકારાત્મક ઉર્જા પડે.

બિમારીઓથી દૂર : ઘરની બહાર લીંબુ-મરચા બાંધવા માટે લીંબુમાં સોઈથી કાણુ પાડવુ પડે છે. જેનાથી તેની ભીની સુગંધ હવામાં ફેલાઈ જાય છે. આ સુગંધથી કીડી-મકોડા પણ દૂર રહે છે અને તાજી હવા મળવાથી બિમારી પણ દૂર રહે છે. પરંતુ, તેને દર અઠવાડિયે બદલવુ જોઈએ. કારણ કે લીંબુ વાસી થતા તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

(9:44 am IST)
  • મુંબઈ : મરાઠા અનામતને લઇને હવે પંકજા મુંડે પણ મેદાને :સમિતિના સભ્ય ન હોવા છતાં પેટા સમિતિની બેઠકમાં પહોંચ્યા પંકજા મુંડે :કુણબી સમાજની અનામતને આંચ ન આવે તેવી માંગ : મરાઠા સમાજને અનામતથી નારાજ નથી : પંકજા મુંડે access_time 3:08 pm IST

  • જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આર્જેન્ટિના જવા રવાના : સંમેલનના વિભિન્ન સત્રો દરમિયાન પીએમ મોદી અનૌપચારિક રીતે બ્રિક્સ બેઠક ઉપરાંત કેટલાય વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે access_time 1:17 am IST

  • ગાંધીનગર : કિસાન સંઘની કાર્યકારિણીની બેઠક :સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજર :ટેકાના ભાવ, પાક વિમા સહિતના પ્રશ્નોની ચર્ચા access_time 1:55 pm IST