Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

શું તમને જીમ જવુ નથી ગમતુ ? તો આવી રીતે રહો ફીટ એન્ડ ફાઈન...

દરરોજ જીમ જવા માટે સમય મળી રહે તે જરૂરી નથી. ધંધો અથવા નોકરીમાં વ્યસ્ત હોવાથી દરરોજ જીમ માટે સમય કાઢવો અઘરો બની જાય છે. તો કેટલાયને દરરોજ જીમ જઈને કસરત કરવી પસંદ હોતી નથી. વળી, ઓફિસના બેઠાળુ જીવનના કારણે વજન વધવા લાગે છે. આવા સમયે તમે દરરોજ થોડી ઘણી કસરત અને યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરીને સ્વસ્થ અને તંદુરસ્ત શરીર મેળવી શકો છો.

જીમ છોડ્યા બાદ કેમ વધે છે વજન?

જીમ છોડ્યા બાદ લોકો પોતાના ડાયટ ચાર્ટ પર ધ્યાન આપી શકતા નથી. બેલેન્સ ડાયટ છોડી એક જ પ્રકારનો ખોરાક લેવાથી શરીરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે અને ધીમે-ધીમે પેટની ચરબી વધવાનું શરૂ થઈ જાય છે. કસરત ન કરવાથી અને ફિઝિકલ એકિટવિટી પર ધ્યાન ન આપવાથી પણ વજન વધવાનો શરૂ થઈ જાય  છે. અને એકવાર વજન વધી જતા તેને બીજીવાર નિયંત્રીત કરવુ એ ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે.

પાલક : લીલા શાકભાજીમાં પાલક બેસ્ટ છે. તેમાં આયર્નની સાથે ફાઈબર પણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. જેને આપણુ શરીર સરળતાથી પચાવી લે છે અને વારંવાર ભૂખ પણ લાગતી નથી. જીમ છોડ્યા બાદ ડાયટમાં પાલક જરૂર સામેલ કરો.

સફરજન : જીમ છોડ્યા બાદ નિયમીત સફરજનનું સેવન કરવાનું ચાલુ રાખો. તેમાં રહેલ ફાઈબર, ફલેનોઈડ, બી-કેરોટિન, વગેરે જરૂરી પોષક તત્વ શરીરને ફીટ રાખવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તેમાં પેકિટન પણ હોય છે. જે વજન નિયંત્રીત રાખવાની સાથે મોટાપો પણ વધવા દેતો નથી.

કાકડી : બેલી ફેટને કંટ્રોલ કરવા માટે દરરોજ કાકડીનું સેવન જરૂર કરો. તે ઝેરીલા પદાર્થોને શરીરની બહાર કાઢી બ્લડ સર્કુલેશન યોગ્ય બનાવે છે અને તેમાં રહેલ લો કેલેરી, ફાઈબર અને વિટામીન વજન વધતો રોકે છે.

હળવી કસરત : તમે વ્યસ્ત જીવનશૈલીના કારણે વર્કઆઉટ નથી કરી શકતા, તો હળવી કસરત જરૂર કરવી જોઈએ. લિફટનો ઉપયોગ કરવાને બદલે પગથિયા ચઢવા, બાળકો સાથે રમવુ, ચાલવુ, વગેરે જેવી આદતો પાડી શકો છો. આવી રીતે ફિઝિકલ એિ્કટવિટી વધે છે. જેનાથી કેલેરી બર્ન કરવામાં ખૂબ જ મદદ મળે છે.

(9:44 am IST)
  • દેવભૂમિદ્વારકા : યાત્રાધામ બેટ દ્વારકા જતી ૧૭ ફેરી બોટના લાયસન્સ ૧૫ દિવસ માટે રદ : બોટ ચાલકોએ નિયમનો કર્યો હતો ભંગ :ફરિયાદોના આધારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડે નિર્ણય લીધો: બોટ ચાલક નિયત કરતા વધુ પસેન્જર ભરતા હોવાની ફરિયાદ access_time 1:48 pm IST

  • મધ્યપ્રદેશમાં ચૂંટણી દરમિયાન ત્રણ કલાક સુધી ઈવીએમ ખરાબ થયેલા કેન્દ્રો પર ફેરમતદાનની કોંગ્રેસની માંગણી :પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે કહ્યું કે કેટલાય કેન્દ્રો પર ત્રણ કલાકથી વધુ સમય માટે ઈવીએમ ખરાબ થયા હતા access_time 1:17 am IST

  • અરવિંદ સક્સેના યુપીએસસીના ચેરમેન તરીકે નિયુક્ત :જૂનમાં તેઓને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુંક કર્યા હતા :સક્સેના 8 મેં 2015ના રોજ યુપીએસસીના સભ્ય બન્યા હતા :સક્સેના 2020 સુધી યુપીએસીસીના ચેરમેન પદ પર રહેશે access_time 1:25 am IST