Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અફઘાનિસ્તાનની હેરાત જેલમાં થયેલ લડાઈમાં 8 કેદીઓના મૃત્યુ:12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના હેરાત જેલમાં બુધવારના રોજ સાંજના સમયે થયેલ ઝઘડામાં 8 કેદીઓના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 12 કેદીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. પ્રાંતીય સ્વાસ્થ્ય નિર્દેશાલયના પ્રવક્તા મોહમ્મ્દ રફીક સીરજેએ જણાવ્યું છે કે ઝઘડો  ત્યારે શરૂ થયો હતો જયારે બ્લોક 5ના કેદીઓએ દ્વારા બનાવવામાં આવેલ વિભાજક દીવાલને પોલીસે હટાવી દેવાની શરૂ કરી હતી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:34 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST