Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વિયતનામમાં ભૂસ્ખલનના કારણોસર 8ના મૃત્યુ:42હજુ સુધી લાપતા

નવી દિલ્હી:વિયતનામમાં મોલાવે વાવાઝોડાના કારણોસર આવેલ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોને મૃત્યુ નિપજ્યા હતા અને હજુ સુધી 42 લોકો લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના બુધવારના રોજ બની છે અને તેને કવાંગ પ્રાંતમાં દક્ષિણ મધ્ય ત્રા વાન વિસ્તારમાં આવેલ ભૂસ્ખલનથી ઘણાબધા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે તેમને બચાવ કર્મચારીઓએ 8 મૃતદેહની શોધી વધુ તપાસ હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:33 pm IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST