Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ચીનમાં પાર્કિંગ ધરાશાયી થવાના કારણે 8ના દર્દનાક મૃત્યુ નિપજતા અરેરાટી

નવી દિલ્હી: ચીનના દક્ષિણી ગુઈઝાઉં પ્રાંતમાં સોમવારના રોજ એક નિર્માણાધીન ભૂમિગત કાર પાર્કિંગ ધરાશાયી થવાના કારણે ઓછામાં ઓછા આંઠ લોકોના દર્દનાક મૃત્યુ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ  .તેમજ અન્ય બેને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ગુઆંગશાહૂ જિલ્લા દ્વારા  જાણવામાં આવી રહ્યું છે કે પ્રાંતની રાજધાની  ગુઈયાંગમાં એક પાર્કિંગ ધરાશાયી થવાના કારણે   દુર્ઘટના સર્જાઈ હતી.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના  બપોરના સમયે સર્જાઈ હતી તેમાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(11:55 am IST)