Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ડ્રાઇવિંગ દરમ્યાન સ્ટીઅરિંગ વ્હીલમાં ECG મોનિટર દ્વારા હાર્ટ-રેટ મપાશે

લંડન, તા.૨૯: આયરલેન્ડની રાજધાની બેલફાસ્ટમાં આવેલી બી-સિકયોર નામની કંપની સ્ટીયરિંગ વ્હીલમાં જ ECG માપી શકાય એવી પોર્ટેબલ સિસ્ટમ વિકસાવવાની તૈયારી કરી રહી છે. આ નવી ટેકનોલોજી દ્વારા, ડ્રાઇવિંગ દરમ્યાન સ્ટ્રેટસ, થાક અને હ્રદયના ધબકવાની ગતિમાં કોઇ પણ ગરબડ હોય તો તરત જ જાણી શકાશે. બ્રિટિશ કંપની બી-સિકયોર કારની ટેકનોલોજીમાં મેડિકલ ગ્રેડનાં સેન્સર્સ સ્ટીઅરિંગ વ્હીલમાં જ લગાવવામાં આવ્યાં છે જે ડ્રાઇવ કરનાર વ્યકિતની શરીરના સંપર્ક પરથી હાર્ટ-રેટની ગતિ અને નિયમિતતાનું મોનિટરિંગ કરીને જયારે ચિંતાજનક પરિસ્થિતિ નજીક હોય ત્યારે ચેતવણી આપવાનું કામ કરી શકશે. કંપનીનો દાવો છે કે આગામી બે વર્ષમાં આ ટેકનોલોજી વણી લેવાનું સંભવ છે એવો દાવો થઇ રહ્યો છે. સામાન્ય રીતે ECG કાઢવા માટે દર્દીની છાતી પર ઇલેકટ્રોડ લગાવવા પડે છે અને એની સાથે મસમોટું મશીન લગાવેલું હોય છે, પરંતુ આ નવાં સેન્સર્સની મદદથી માત્ર હાથના સંપર્કથી જ હ્રદયની ગતિનું મોનિટરિંગ થશે. કહેવાય છે કે હાર્ટ-ડિસીઝ ધરાવતા લોકોને ડ્રાઇવિંગ દરમ્યાન સ્ટ્રસ, થાક, હાર્ટ-રેટનું નિયમન કરવાનું વધુ સરળ બની જશે.

(3:55 pm IST)