Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

આ વસ્તુઓને પીવાથી કરવો પડે છે હદયની બીમારીનો સામનો

નવી દિલ્હી: આજકાલ યુવાનોમાં એનર્જી ડ્રિન્ક્સ પીવાનો ટ્રેન્ડ ખૂબ વધતો જઈ રહ્યો છે, જો તમે એક કપ એનર્જી ડ્રિન્ક પીશો તો લગભગ 85 મિલીગ્રામ કેફીન મળશે જેને ડેન્જર લેવલની કેટેગરીમાં રાખવામાં આવી શકાય તેમ છે. તેથી આવી વસ્તુઓથી દૂર રહો નહીંતર હૃદયની બીમારીનો સામનો કરવો પડી શકે છે. તમે ઘર, ઓફિસ કે મિત્રો સાથે કેફેમાં કોફી જરૂર પીતા હશો, જેમાં કેફીનનું ભરપૂર પ્રમાણ હોય છે જેનાથી બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે અને લોન્ગ ટર્મમાં હાર્ટ ડિસીઝનું કારણ બને છે. એક કપ કોફીમાં 60 મિલીગ્રામ કેફીન હોય છે જે જોખમી હોય છે. ભારતમાં કરોડો લોકોના દિવસની શરૂઆત એક કપ ચા થી થાય છે. આ દેશમાં પાણી બાદ આ સૌથી વધુ પીવાતુ પીણુ છે. આ જ કારણ છે કે ભારતમાં હૃદયના દર્દીની સંખ્યા ખૂબ વધુ છે. એક કપ ચા માં 14 થી 60 મિલીગ્રામ સુધી કેફીન હોઈ શકે છે. ભારતમાં સોડાથી ભરપૂર ઘણા કોલ્ડ ડ્રિન્ક્સ અને સોફ્ટ ડ્રિન્ક્સ હોય છે જે આરોગ્ય માટે બિલકુલ પણ સારા હોતા નથી. બાળકથી લઈને વૃદ્ધ તેને પીતા હોય છે, પરંતુ તેમાં ખાંડની સાથે-સાથે કેફીન પણ હોય છે જે ડાયાબિટીસ અને હાર્ટ એટેકના જોખમને વધારી દે છે.

(6:43 pm IST)