Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગ્રીસમાં 4.6ની તીવ્રતાના ભુકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ગ્રીસના ક્લાઇમેટ ક્રાઇસિસ એન્ડ સિવિલ પ્રોટેક્શન મંત્રાલયે જણાવ્યું કે સ્થાનિક સત્તાવાળાઓએ આપેલ રિપોર્ટ મુજબ ભૂકંપથી એક વ્યક્તિનું મોત થયું છે, ત્યારે અન્ય નવ વ્યક્તિઓ ઘાયલ થઇ છે. સમુદ્ર નહિ, પરંતુ જમીનની અંદરથી ઉદ્ભવેલા આ ભારે ભૂકંપથી વસ્તીવાળા વિસ્તારોને અસર થઇ હતી. આ વિસ્તારમાં પાછળથી આવેલા નવ આંચકા પૈકી સૌથી વધુ ભારે બે આંચકાની તીવ્રતા ૪.૬ રહી. ભૂકંપથી બચવા માટે હેરાકિલઓન શહેરના નાગરિકો શેરીઓમાં દોડી ગયા હતા.

ટાપુના પૂર્વ ભાગમાં ભૂકંપના એપિસેન્ટર પાસેના ગામોમાં પથ્થરની જૂની ઇમારતોની ભીંતો ઘસી પડી હતી, એમ સ્થાનિક માધ્યમોમાં જણાવ્યું છે.દક્ષિણ ગ્રીસના ક્રેટ ટાપુ પર સોમવારે સવારે પ્રાથમિકપણે ૫.૮ની તીવ્રતાવાળો ભૂકંપ આવતા એક વ્યક્તિનું મોત થયું, જ્યારે અન્ય કેટલાક લોકો ઘવાયા છે. ધરતીકંપની ધ્રજારી અનુભવતાં લોકો શેરીઓમાં આવી ગયા હતા, જ્યારે શાળાઓ છોડી મૂકાઇ હતી.

(6:40 pm IST)