Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અફઘાન પર થયેલ ડ્રોન હુમલા અંગે તાલિબાને આપી ચેતવણી

નવી દિલ્હી: અફઘાનીસ્તાનમાં ફરી ત્રાસવાદી સંગઠનો એકત્ર થઈ રહ્યા છે અને અમારે હવાઈ હુમલા માટે તાલીબાની સરકારની મંજુરીની જરૂર નથી તેવા અમેરીકાના વિધાનો બાદ તાલીબાને વળતી ચેતવણીમાં જણાવ્યું છે કે જેઓ ડ્રોન હુમલા ચાલુ રહેશે તો અમેરિકાએ તેના પરીણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે. અફઘાનીસ્તાનમાંથી બહાર નીકળ્યા બાદ અમેરીકાએ આ દેશના અનેક વિસ્તારો કે જયાં ત્રાસવાદી અડ્ડાઓ છે ત્યાં ડ્રોનથી હુમલા ચાલુ રાખ્યા છે અને તેમાં અફઘાન નાગરીકો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તાલીબાનનાં પ્રવકતા જબ્બીહુલ્લાહ મુજાહીદએ અમેરિકાને તેની રાષ્ટ્રીય સુરક્ષાનું સન્માન કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે જો આ પ્રકારના ડ્રોન હુમલા ચાલુ રહેશે તો અમેરીકાએ અંજામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે ગઈકાલે એક નિવેદનમાં તાલીબાન પ્રવકતાએ કહ્યું કે અમે અમેરિકા સાથેની સમજુતીનું પાલન કર્યું છે પરંતુ જો અમેરીકા તેનું પાલન નહિં કરે તો તેને પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે.

(6:38 pm IST)