Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

હનીમૂન માટે વિદેશ ગયેલ આ કપલને અલગ અલગ રહેવાની નોબત આવી

નવી દિલ્હી: આજના સમયમાં લગ્ન પછી યુગલ હનીમૂન પર જતું હોય છે, પરંતુ એક યુગલનું સપનું ત્યારે ચકનાચૂર થઇ ગયું હતું, જયારે તેઓને રહેવા માટે અલગ અલગ થવું પડ્યું હતું. હકીકતમાં આ યુગલ હનીમૂન માટે વિદેશ ગયું હતું, પરંતુ આ સમયે થયું એવું કે તેઓને એકબીજાથી અલગ થવું પડ્યું છે.

આ દરમિયાન થયેલી પૂરી ઘટના મહિલાએ જણાવી છે, જેમાં તેઓ સાથે શું થયું હતું તે જણાવ્યું હતું અને આ માટેનું કારણ પણ તેને જણાવ્યું હતું. મિરર યુકેના જણાવ્યા મુજબ, લંડનના કિસવિકના રહેવાસી 27 વર્ષના એમી અને 33 વર્ષના એલ્બર્ટોએ હાલમાં જ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હનીમૂન માટે તેઓ આયરલેન્ડના બારબાડોસ પહુંચ્યા હતા પરંતુ કોરોના વાયરસે તેમની હનીમુન ટ્રીપ બગાડી નાખી હતી. હકીકતમાં, થયું હતું એવું કે લંડનથી નીકળતા પહેલા બંને મિત્રોએ PCR ટેસ્ટ કરાયો હતો, જેમાં એરપોર્ટ પર તેઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા, પરંતુ બ્રિજટાઉન એરપોર્ટ પર જયારે તેઓ પહોંચ્યા હતા, ત્યારે તેઓનો ટેસ્ટ કરાવ્યો જેમાં એલ્બર્ટોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો, પરંતુ એમીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ કારણે હનીમુન ટ્રીપ દરમિયાન જુદા કરવા પડ્યા હતા અને તેઓના સપના પર પાણી ફરી વળ્યું હતું.

(6:37 pm IST)