Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અફઘાનિસ્તાનમાં પેઢીઓથી રહેતા શીખ સહીત હિંદુઓ સતત દેશ છોડીને જઈ રહ્યા છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં પેઢીઓથી રહેતા શિખ અને હિન્દુઓ હવે સતત દેશ છોડી રહ્યા છે. 1990ના ગાળામાં ત્યાં શિખ અને હિન્દુઓની વસ્તી અઢી લાખ હતી. ઘટીને આજે 700 થઈ ગઈ છે. 1990ના સમયગાળામાં તાલિબાઓ તેમના પર અત્યાચાર ગુજરતા હતા અને હવે આઇસિસના આતંકીઓ ત્રાસ મચાવે છે. અફઘાન સરકાર સાથે ભારતને ઘણા સારા સબંધો હોવા છતાં ત્યાં લઘુમતિઓને સલામતી પુરી પાડી શકાઈ નથી.

             પાકિસ્તાનમાં તો હિન્દુ અનેે અન્ય લઘુમતીઓ પર સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં સરકાર ત્રાસ નથી ગુજરાતી. સામે પક્ષે સરકાર રક્ષણ પણ નથી આપી શકતી. શિખો અને હિન્દુઓના ધાર્મિક સ્થળો પર આતંકી હુમલા વધી રહ્યા છે. માર્ચ મહિનામાં ગુરૂદ્વારા પર થયેલા હુમલામાં 25 શિખ માર્યા ગયા હતા.

(6:26 pm IST)