Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આમાં એવું તે શું છે ?

આ જીન્‍સની કિંમત છે રૂા. ૮૮,૦૦૦

મુંબઇ,તા.૨૮: ફેશનમાં રહેવા માટે લોકો બ્રાન્‍ડેડ કપડા પાછળ પાણીની જેમ ખર્ચ કરતા હોય છે. સ્‍થાનિક દુકાનમાં ૫૦૦ રૂપિયામાં મળતી જીન્‍સ કોઈ બ્રાન્‍ડેડ શોરૂમમાં પાંચ હજાર રૂપિયામાં મળતી હોય છે. પરંતુ તાજેતરમાં Gucciએ એક જીન્‍સ લોન્‍ચ કર્યું છે જેની કિંમત સાંભળીને તમારુ મગજ કામ કરતું બંધ થઈ જશે.

નવા લોન્‍ચ કરેલા આ જીન્‍સની કિંમત ૧૨૦૦ ડોલર એટલે કે ૮૮ હજાર રૂપિયા છે. આ જીન્‍સની વિશિષ્ટતા એ છે કે ઘુંટણ સુધી ફેક ઘાસના દાગ લગાડવામાં આવ્‍યા છે, જેથી લુક રફ એન્‍ડ ટફ દેખાય. આ જીન્‍સ ઈટાલિયન ફેશન વીક વિંટર ૨૦૨૦ના પણ ભાગ હતી.

જીન્‍સની શરૂઆત ૧૨૦૦ ડોલરથી થાય છે જયારે કંપનીની વેબસાઈટમાં ૧૪૦૦ ડોલરમાં વેચાઈ રહી છે. વેબસાઈટમાં જણાવવામાં આવ્‍યું છે કે આ જીન્‍સ ઈટલીમાં બન્‍યું છે. આ જીન્‍સ લાઈટ બ્‍લુ કલરમાં ધોયેલા કાર્બનિક ડેનિમ છે, જેના ઉપર ઘાસનો ડાગ લગાડવામાં આવ્‍યો છે.

લોકોએ પણ પ્રતિક્રિયા આપી કે આટલી મોંઘી જીન્‍સ કોઈ શું કરવા લેશે.

(10:44 am IST)