Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ફિટ રહેવા માટે જીમ જવાની સાથે રાખો આ વાતોનું પણ ધ્યાન

ભારે કસરત જ સારા સ્વાસ્થ્યની ગેરંટી નથી. તેના માટે પર્યાપ્ત માત્રામાં ઉંઘ લેવી પણ ખૂબ જ જરૂરી

આજના સમયમાં બધા વ્યકિતઓ પોતાને ફિટ એન્ડ ફાઇન રાખવા માટે જીમ જતા હોય છે. પરંતુ, વાસ્તવમાં જીમ જવાથી અને કસરત કરવાથી જ તમે પોતાને તંદુરસ્ત નથી રાખી શકતા. તેના માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે.

જીમમાં જો તમે ભારે એકસરસાઈઝ કરી રહ્યા છો, તો ત્યારબાદ શરીરને સ્ટ્રેચ કરવાનું ભૂલતા નહિં. એવુ કરવાથી શરીરની મૂવમેન્ટમાં કમી આવી જાય છે અને ઘા વાગવાની સંભાવના વધી જાય છે.

ભારે કસરત જ સારા સ્વાસ્થ્યની ગેરંટી નથી. તેના માટે પર્યાપ્ત માત્રામાં ઉંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તમે સૂવો છો ત્યારે તમારૂ શરીર પોતાને રિકવર કરી લે છે અને જો પર્યાપ્ત માત્રામાં ઉંઘ ન લેવામાં આવે તો આખો દિવસ શરીરમાં થાક અનુભવાય છે.

કસરત દરમિયાન પરસેવાના માધ્યમથી ઘણી માત્રામાં ઈલેકટ્રોલાઈટ્સ થઈ જાય છે. એવુ ન થાય તેના માટે જરૂરી છે કે કસરત કર્યા બાદ સારી એવી માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે. જેથી શરીર હાઈડ્રેટ રહે.

કસરતની સાથે તમારા ડાયટ ઉપર પણ પર્યાપ્ત ધ્યાન આપવુ જોઈએ. જ્યારે તમે કસરત કરો છો, તો ત્યારબાદ શરીરને ભૂખ લાગે છે. પરંતુ, (વસાયુકત) ભોજન કરવાથી વર્કઆઉટનો કોઈ ફાયદો થતો નથી. તેથી 'હેલ્ધી ફૂડ'ને તમારા ડાયટમાં સ્થાન આપો.

 

(9:43 am IST)