Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જાણો આ ગામની વિશેષતા

નવી દિલ્હી :એક જ ગામમાં કોઈ અલગ અલગ ભાષા બોલે એ સમજી શકાય પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે મહિલાઓ અને પુરુષો એક જ ગામમાં જુદી ભાષા બોલે છે.આ વાત છે પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજીરિયાના એક ગામની.

ઉબાન્ગ નામના આ ગામમાં મહિલાઓ અને પુરુષોની ભાષા અલગ છે એટલે કે તેઓ અલગ ભાષા બોલે છે.

અહીં રહેતા લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. મહિલાઓ અને પુરુષોની ભાષા ભિન્નતાને તેઓ ભગવાનની કૃપા ગણે છે.તેમની ભાષામાં એટલી હદે ભિન્નતા છે કે શાકભાજીથી લઈને વસ્ત્રો માટે મહિલાઓ અને પુરુષો અલગઅલગ શબ્દનો ઉપયોગ કરે છે.જેમ કે પુરુષો વસ્ત્રો માટે 'અગીરા' શબ્દ વાપરે છે જ્યારે સ્ત્રીઓ 'ન્કી' શબ્દનો ઉપયોગ કરે છે.અહીંના લોકો પર અભ્યાસ કરનારાં ઍન્થોપોલૉજિસ્ટ (માનવશાસ્ત્રજ્ઞાતા) ચી.ચી. ઉન્ડાય કહે છે કે મહિલા અને પુરુષ બન્નેનું શબ્દભંડોળ તદ્દન અલગ છે.

(6:05 pm IST)