Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ફિલીપીંસમાં બોંબ વિસ્ફોટમાં 2ના મોત: 37ને ઇજા

નવી દિલ્હી: દક્ષિણ ફિલીપીંસના સુલતાન કુદરત પ્રાંતના ઈસુલિનમાં ગઈકાલે એક કાપડની દુકાનની સામે મોટર સાયકલની અંદર છુપાઈને રાખેલ બોંબ ફાટવાથી બે લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 37 લોકોને ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અહીંયા સ્થાનિક લોકો તહેવારના કારણે બજારમાં જયારે ખરીદી કરી રહ્યા હતા ત્યારે  આ હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને મોટી સંખ્યામાં લોકોને નિશાન બનાવી શકાય.

(6:04 pm IST)