Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

લંડન: લીથમાં આગ લાગવાની ઘટનાથી અફડાતફડી

નવી દિલ્હી: બ્રિટેનના લીથ શહેરમાં આગ લાગવાની ઘટનાના કારણે ગુરુદ્વારની બહાર ખુબજ નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે પોલીસ અધિકારી દ્વારા આ સંદિગ્ધ કૃત્ય અંગે તપાસ થઇ રહી છે.એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્કોટલેન્ડના લીથ શહેરમાં જાણીજોઈને આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઇજા પહોંચી નથી માત્ર બિલ્ડીગોને નુકશાન પહોંચ્યું છે.એડિનબર્ગ પોલીસ આ ઘટના અંગે કોણ જવાબદાર છે તેની તપાસ કરી રહી છે.

(6:03 pm IST)