Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આવનારા સમયમાં હેલ્થ ઇન્સ્યોરન્સ હેઠળ ડેન્ટલ ટ્રિટમેન્ટ માટે કરી શકાશે દાવો

નવી દિલ્હી તા. ૨૯ : ઇન્શોરન્સ રેગ્યુલેટરે એવી કેટલીક વસ્તુઓના જૂથને હટાવી દીધો છે જેના માટે વિમા કંપનીઓ વૈકલ્પિક કવર ઓફર કરતી હતી. જેમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી, વંધ્યત્વ, માનસિક બિમારી, એચઆઇવીનો સમાવેશ થાય છે. જેનો અર્થ એ થયો કે આ બીમારીઓ સ્ટાન઼્ડર્ડ વીમા પોલીસીનો ભાગ બની શકે છે. ભવિષ્યમાં તેમાંની કેટલાકને ફરજિયાત બનાવી શકાય છે. અગાઉ આ પ્રકારની બિમારીઓ એવી શ્રેણીમાં મુકી હતી જેની સારવાર માટે વીમા કંપનીઓ અલગથી પોલિસી રજૂ કરતી હતી. આ હેલ્થ ઇન્શોરન્સ બિઝનેસના સ્ટાન્ડર્ડ ગાઇડલાઇન્સનો એક ભાગ હતો.

વીમા રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇઆરડીએ)એ એક પરિપત્રમાંમ કહ્યું કે, ભવિષ્યમાં સૌંદર્યલક્ષી સારવાર અથવા સર્જરીને આ યાદીમાં સામેલ કરાશે નહીં. જુલાઇમાં, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના અધિકારી (આઇઆરડીએઆઇ) એ સ્વાસ્થ્ય વીમા પ્રોડકટ્સ હેઠળના બાકાતને પ્રમાણિત કરવા માટે એક વર્કીગ ગ્રુપની રચના કરી હતી. પોલિસીમાં સમાવેશ ના કરાયો હોય તેવી આઇટમ્સને ઘટાડવા માટે ૧૦ સભ્યોની વર્કિગ જૂથની રચના કરવામાં આવી હતી.

હેલ્થ ઇન્શોરન્સની ગાઇડલાઇન્સ પ્રમાણે, આશરે ૧૯૯ બીમારીઓ યાદીમાં સામેલ છે જેના પર વીમા કંપનીઓ અલગથી વૈકલ્પિક કવર ઓફર કરી શકાય છે. જેમાં કેટલાક તબીબી સાધનો જેવા કે પટ્ટીઓ, એકસ-રે ફિલ્મ, સ્લિન્ગ્સનો સમાવેશ થાય છે, જયારે ઈન્ટરનેટ સુવિધા બાળક ઉત્પાદનો પણ સામેલ છે.આ વસ્તુઓ સામાન્ય રીતે વધારાના પ્રીમિયમની ચૂકવણી પર એડ-ઓન તરીકે ઓફર કરવામાં આવે છે. આ વસ્તુઓ હેલ્થ ઇન્શોરન્સ પ્રોડકટ હેઠળ પ્રમાણભૂત ઉપેક્ષાનો ભાગ છે.

(3:51 pm IST)