Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ડોકટરે કહેલું કે આ બહેન કદી મા નહીં બની શકે, પ૪ લાખ રૂપિયાની ઢીંગલીઓ ખરીદ્યા પછી અચાનક ઘરે પારણું બંધાયું

લંડન તા.૨૯: બ્રિટનમાં રહેતાં વિકટોરિયા એન્ડ્રુઝ નામનાં બહેનને ડોકટરે કહી દીધેલું કે તમે કદી મા નહીં બની શકો. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમને કારણે તેનું વજન પણ વધી ગયેલું. વિકટોરિયા પોતે મા નહીં બની શકે એ વાત કોઇ કાળે પચાવી શકે એમ નહોતી એટલે તેણે નવજાત શિશુ જેવી જ ઢીંગલીઓ વસાવવાનું શરૂ કર્યું ઇન્ટરનેટ પરથી રિયલ બાળક જેવો જ લુક ધરાવતી ઢીંગલીઓ તે ખરીદવા લાગી. આ ઢીંગલીઓને તે રોજ નવાં કપડાં પહેરાવીને સજાવતી. એને બહાર ફરવા લઇ જતી. આવી લગભગ ૪૦ ઢીંગલીઓ માટે તેણે અલગ રૂમ પણ તૈયાર કર્યો હતો, જયાં આ ઢીંગલીઓ રમી શકે એવાં રમકડાં પણ તેણે વસાવ્યા હતા. બાળક માટેનું વિકટોરિયાનું ઘેલપણ એટલી હદે હતું કે એમાં ૬૦,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૫૪ લાખ રૂપિયાનું આંધણ કરી નાખ્યું વિકટોરિયા આ ઢીંગલીઓમય થઇ જતાં આખરે તેનું બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું. જો કે બોયફ્રેન્ડ તેનાથી જુદો થયો એ પછી તરત જ તેને પેટમાં દુખાવો ઉપડયો. ડોકટર પાસે ગઇ તો ખબર પડી કે તે આઠ વીકની પ્રેગનન્ટ છે. તેને માન્યમાં નહોતું આવતું એટલે તેણે બીજા કિલનિકમાં તપાસ કરાવી. બાળક પોતાના હાથમાં આવી ન જાય ત્યાં સુધી તે આ હકીકતને સ્વીકારવા તૈયાર નહોતી. હવે તો વિકટોરિયાનો દિકરો ટોબી આ દુનિયામાં આવી ગયો છે અને તેણે ટોબી જેવો જ લુક ધરાવતો ઢીંગલો પણ વસાવી લીધો છે.(૧.૪)

 

 

(11:41 am IST)