Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૩૬ર કિલો લીંબું સાથે પકડાયો ચોર

ન્યુયોર્ક તા. ર૯ :.. અમેરિકામાં ૬૯ વર્ષના એક ભાઇ પોતાની કારમાં ૩૬ર કિલોગ્રામ લીંબુ લઇને જતા પકડાયા હતાં. આ લીંબુ ચોરેલા હતાં. શુક્રવારે સવારે ટ્રાફિક પોલીસે આ ભાઇને સ્થાનિક રેડ લાઇટ એરિયા પાસે રોકયા હતાં. તેમની કારની તલાસી લીધી તો અધધધ લીંબુ મળી આવ્યાં. આ વિસ્તારમાં ખેતરોમાંથી ફળો અને શાકભાજી ચોરાવાની ઘણી ફરિયાદ મળી હોવાથી પોલીસે આ ભાઇની જરાક કડક પુછતાછ કરી તો ભાઇએ કબૂલી લીધું કે તેમણે આ લીંબું બે ખેતરમાંથી ચોર્યા છે.

(11:41 am IST)