Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અહિં છે રસોડાની અનેક સમસ્યાઓનો ઉપાય

રસોડામાં મહિલાઓ માત્ર  રસોઈ બનાવવાની નથી હોતી, તેને સ્માર્ટ કુકિંગ પણ કરવાનું હોય છે. જેથી વધારેમાં વધારે બચત કરી, ઘરના લોકોને સ્વાદિષ્ટ ભોજન પીરસી શકે છે. પરંતુ, કયારેક રસોડામાં મહિલાઓને અમુક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે. તેના માટે તમે આ સરળ ટીપ્સ અપનાવી શકો છો.

 સફરજન કાપ્યા બાદ તરત જ કાળુ પડી જાય છે. પરંતુ, આ સમસ્યાના સમાધાન માટે તમે કાપેલા સફરજન ઉપર થોડુ લીંબુ નીચવો. તેનાથી લાંબા સમય સુધી તે ફ્રેશ રહેશે.

 જો તમે ટીક્કીના શોખીન છો અને તેને ઘરે બનાવી રહ્યા છો તો આલુ-ટિક્કીના મસાલામાં ૧ કાચા કેળાને ઉકાળીને તેમાં મિકસ કરી લો. જેનાથી વધુ સારો સ્વાદ આવશે.

 ઘણી ગૃહિણીઓને દૂધ ફાટી જવાની ફરીયાદ થતી હોય છે. તો તમને પણ એવુ લાગે કે દૂધ ફાટી જવાનું છે, તો તેમાં એક ચમચી પાણી અને અડધી ચમચી ખાવાનો સોડા મિકસ કરી ઉકાળી લો. જેનાથી દૂધ ફાટશે નહિં.

 મિકસર બધા રસોડામાં ગૃહિણીઓનો સાથીદાર હોય છે, જે તેના સમય અને મહેનતની બચત કરે છે. પરંતુ, સતત ઉપયોગ કરવાથી મિકસરની બ્લેડની ધાર ઓછી થઈ જાય છે. ત્યારે મહિનામાં એકવાર મિકસરમાં મીઠુ નાખીને ચલાવો. તેનાથી મિકસરની બ્લેડ તેજ થઈ જશે.

 લોટ બાંધતી વખતે તેમાં થોડુ તેલ અથવા ઘી નાખો અને લોટ બાંધો. તેનાથી રોટલી ખૂબ જ નરમ અને સરળતાથી બની જશે.

(9:36 am IST)