Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

હે ભગવાન.....ઇજિપ્તમાં પાંચ મહિલાઓને ટિક્ટોકનો ઉપયોગ કરવા બદલ બે બે વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: ઈજિપ્તમાં સોમવારે પાંચ મહિલાઓને ટિક્ટોકનો ઉપયોગ કરવા બદલ બે-બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી તેમના પર સમાજનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવાયો હતો. આ સાથે દરેક મહિલાને ત્રણ લાખ ઇજિપ્તિયન પાઉન્ડ ( લગભગ 14 લાખ રૂપિયા )નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ મહિલાઓમાં હનીમ, હોસામ અને મોવાદા અલ-અધમ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. હોસામે ટિક્ટોક પર ત્રણ મિનિટનો વિડીયો પોસ્ટ કરીને 13 લાખ ફોલોઅર્સને કહ્યું હતું કે, છોકરીઓ મારી સાથે કામ કરીને રૂપિયા કમાઈ શકે છે. તો આ તરફ અધમ એ પણ ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વિડીયો પોસ્ટ કરીને સરકાર સામે ટિપ્પણી કરી હતી. આ વિડીયો સામે આવ્યા બાદ એપ્રિલમાં હોસામની અને મેં મહિનામાં અધમની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાઓની ધરપકડ બાદ દેશમાં રૂઢિવાદની સાથે સામાજિક વિભાજનને લઈને ચર્ચાઓ શરુ થઇ છે. માનવ અધિકાર આયોગના વકીલ તારેક અલ- અવદીએ કહ્યું કે, આ મહિલાઓની ધરપકડ એ સાબિત કરે છે કે મોર્ડન કમ્યુનિકેશન ટેક્નોલોજીના સમયમાં એક રૂઢિવાદી સમાજ કેવી રીતે લોકો પર કાબુ મેળવવા ઈચ્છે છે.

(6:45 pm IST)