Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોરોના વેક્સિનની અસરો વાનરો પર અસરકારક સાબીત થઇ હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના વાયરસના કહેર વચ્ચે ફરી એકવાર મોટી આશા જાગી છે. કોરોના વાયરસને લઈને મોડર્નાની વેક્સીન વાનરો પરના ટ્રાયલમાં પૂરી રીતે અસરકારક સાબિત થઈ છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાની બાયોટેક ફાર્મ મોડર્નાની COVID-19 વેક્સીને વાનરો પર થયેલા ટ્રાયલમાં એક મજબૂત ઇમ્યુન રિસ્પોન્સ વિકસિત કર્યું છે. સાથે જ COVID-19 વેક્સીન વાનરોના નાક અને ફેફસામાં કોરોના વાયરસને પોતાની કોપી બનાવતા રોકવામાં સફળ રહી છે. સ્ટડી અનુસાર, વેક્સીને વાયરસને વાંદરાના નાકમાં કોપી કરતા રોક્યો અને તે વિશેષ રૂપે મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કેમ કે તેનાથી સંક્રમણ બીજા સુધી ફેલાતો થોભી જાય છે.

           અહીં એ વાત પણ ધ્યાન આપવા જેવી છે કે જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું વાનરો પર ટ્રાયલ થયું હતું, ત્યારે બરોબર એ રીતેના જ પરિણામ સામે આવ્યા હતા. જો કે આ વેક્સીન વાયરસને વાનરોના ફેફસામાં પ્રવેશ કરતા અને વધારે બીમાર થતા રોકી દીધો હતો. એક સમાચાર એજન્સી અનુસાર, મોડર્ના એનિમલ સ્ટડીમાં 8 વાનરોના 3 સમૂહને ક્યાં તો વેક્સીન આપવામાં આવી કે પછી પ્લેસીબો. જેનો ડોઝ હતો, 10 માઈક્રોગ્રામ અને 100 માઈક્રોગ્રામ. જે વાનરોને વેક્સીન કરવામાં આવ્યા તેમણે વાયરસને મારનારા હાઈ લેવલ એન્ટિબોડીનું નિર્માણ કર્યું હતું. કોશિકાઓ પર આક્રમણના ઉપયોગ માટે Sars-Cov-19થી રિકવર થઈ ચૂકેલા માણસોમાં રહેલા એન્ટિબોડીથી વધારે હતું.

(6:44 pm IST)