Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કાર-રેસ જોવા સ્ટેડિયમમાં જવા ન મળ્યું તો ક્રેન ભાડે કરીને રેસ માણી

કોરોના રોગચાળાના માહોલમાં ઘણા સમયથી કોઈ રેસ કે ગેમ રમાઈ નથી. હવે જયારે સ્પોર્ટ્સ રમાવાનું શરૂ થયું છે ત્યારે પણ સ્ટેડિયમની કેપેસિટીના ૨૫ ટકા લોકોને જ એમાં એન્ટ્રી અપાય છે. પોલેન્ડના લુબ્લિન શહેરના ઝુઝલોવી સ્ટેડિયમમાં યોજાયેલી કાર-રેસ જોવા માટે સ્થાનિક લોકોએ જબરા જુગાડ ખેલ્યા હતા.

સ્ટેડિયમમાં સ્ટેન્ડ્સ અને ગેલરીઝની કુલ ક્ષમતાના ફકત પચીસ ટકા લોકોને બેસવાની પરવાનગી અપાઈ હતી, પરંતુ પોલેન્ડમાં કાર-રેસના રસિયાઓની સંખ્યા ઘણી મોટી છે. રોગચાળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો જળવાય અને છતાં રેસની મજા માણવા મળે એ માટે એક ગ્રુપે ક્રેન ભાડે કરી હતી. આ ગ્રુપ મકાનો બાંધવામાં વપરાતી ક્રેન ભાડે કરીને સ્ટેડિયમની બહારથી રેસ જોવા માટે ઊભું રહી ગયું હતું. નેશનલ સ્પીડવે એકસ્ટ્રા લીગ સ્પર્ધાના આરંભમાં શરૂઆતમાં ત્રણેક ક્રેનો દેખાતી હતી. દરેક ક્રેનમાં લોકો ત્રણ કે ચારના જૂથમાં ઊભા હતા. જેમ-જેમ સ્પર્ધા આગળ વધતી ગઈ તેમ-તેમ ક્રેનો ઉમેરાતી ગઈ. ફેવરિટ સ્પર્ધકોને જોવા માટે વધુ ને વધુ લોકો ક્રેન ભાડે કરીને સ્ટેડિયમ પાસે ગોઠવાતા ગયા હતા

(2:54 pm IST)