Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

બાવન દેશોના ૭૦૦૦ પિયાનોવાદકોએ ઓનલાઇન કોન્સર્ટ કરી

એક એપ તરફથી નવોદિત પિયાનોવાદકોને 'યુ રેઇઝ મી અપ' સોન્ગ શીખવાનું ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ ઓનલાઇન આમંત્રણને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એ એપ ક્રીએટ કરનારા પ્લેગ્રાઉન્ડ સ્ટેશન પાસે એકસાથે પ્રસારણના વિડિયો એકઠા થયા છે. પ્લેગ્રાઉન્ડ સ્ટેશન્સના એ પ્રયોગે વિશ્વના સૌથી મોટા વર્ચ્યુઅલ રિસાઇટલ કે વર્ચ્યુઅલ કોન્સર્ટનું રૂપ ધારણ કર્યું હતું.

પ્લેગ્રાઉન્ડ સ્ટેશન્સના ચીફનું કહેવું છે કે અમારા આમંત્રણને માન આપીને 'યુ રેઇઝ મી અપ' સોન્ગ શીખવામાં બાવન દેશોના ૭૦૦૦ લોકો સહભાગી થયા હતા. એમાંથી લગભગ ૧૦ જેટલા પિયાનોવાદકોએ તેમના વિડિયો અમને આપ્યા હતા. એ બધા વિડિયોને એડિટ કરીને સુસંયોજિત રૂપે ગોઠવવામાં આવ્યા છે.

(2:53 pm IST)