Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સિંગાપુરમાં કોરોનાએ તોડ્યો છેલ્લા ત્રણ મહિનાનો રેકોર્ડ

નવી દિલ્હી: સિંગાપુરમાં મંગળવારે કોરોનાના 11504 નવા કેસ આવ્યા છે જે 3 મહિનામાં સૌથી વધારે છે. તેમાં આ સંખ્યા સૌથી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે લોકોને ચેતવણી આપી છે કે સંક્રમણની લહેરની પહેલાથી વધારે કેસ આવ્યા છે. ઉપ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગે કહ્યું કે આગામી અઠવાડિયામાં કોરોના વાયરસના કેસ વધવાની આશંકા છે. કોરોનાના કાર્યબળના સહ અધ્યક્ષ વોંગના સોમવારે કહ્યું કે હજુ પણ કોરોનાના ઉપાયોને ખાસ બનાવવાની જરૂર છે. જરૂર પડશે તો તેને માટેની વ્યવસ્થા પણ કરાશે. સંક્રમણના કેસ વધવાના કારણે ઓમિક્રોનના નવા સ્વરૂપ બીએ.4 અને બીએ.5 ના કારણે થયા છે. સ્વાસ્થ્યમંત્રી ઓંગ યે કુંગે મંગળવારે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે નવી લહરે જુલાઈ કે ઓગસ્ટની આસપાસ આવી શકે છે પણ હાલમાં તે થોડી વહેલી આવી ગઈ છે. શક્ય છે કે જૂનમાં સ્કૂલની રજાઓ રહી તેના કારણે આ બન્યું હશે. સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે હાલ સુધીમાં સંક્રમણના 14,25,171 કેસની પુષ્ટિ કરી છે. આ સાથે જ મંત્રાલયે સોમવારે કહ્યું કે 18 મહિનાના એક બાળકનું ઈન્સેફેલાઈટિસની સાથે જ કોરોના, શ્વસન સંબંધી વાયરસ અને એન્ટેરો વાયરસ સંક્રમણના કારણે મોત થયું. સિંગાપુરમાં કોરોના કારણે 12 વર્ષ સુધીની ઉંમરના બાળકનો પહેલો કેસ છે.

(6:30 pm IST)