Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોના મહામારી વચ્ચે પણ યુરોપના આ 27 દેશ 1 જુલાઈથી પર્યટકો માટે ખુલ્લી જશે

નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે અનેક દેશે લાગુ કરેલા લોકડાઉન હવે ધીમે ધીમે અનલોક થઈ રહ્યા છે. ઘણા દેશે આર્થિક રીતે ફરી સદ્ધર થવા માટે તકેદારી સાથે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. હવે યુરોપિયન યુનિયને USA અને કેટલાક દેશના પ્રવાસીઓને યુરોપિયન દેશમાં આવ-જા કરવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. યુરોપિયન દેશમાં અમેરિકાના પ્રવાસીઓ કે અમેરિકાથી આવતા પ્રવાસીઓને કોઈ પ્રકારનો પ્રવેશ આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ યથાવત રાખવા પાછળનું કારણ અમેરિકામાં કોવિડ-19ના વધતા જતા કેસને માનવામાં આવ્યું છે.

યુરોપિયન સંઘના એમ્બેસેડર ડઝન એવા દેશ પૈકી રશિયાને જોખમી માની રહ્યા છે. સુરક્ષિત દેશની યાદી દર બે અઠવાડિયે અપડેટ કરવામાં આવશે. જે દેશને સુરક્ષિત દેશની યાદીમાં સામિલ કરાયા છે એમાં ત્યાંનો સંક્રમણ દર અને રિપોર્ટિંગ ડેટાની વિશ્વનીયતા જેવા અનેક પાસાની તપાસ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષિત દેશની જે યાદી અત્યારે તૈયાર કરવામાં આવી છે એ ફાઈનલ યાદી નથી.

(6:50 pm IST)