Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

નાસાએ કરી અનોખી ઓફર:કરી ખુલ્લી ચેલેંજ:મગજમાં આવતા નવા નવા આઈડિયા આપવા બદલ આપશે લોકોને પૈસા

નવી દિલ્હી: શું તમે અન્યો કરતાં કાંઈક જુદુ વિચારી શકો છો... શું તમારા મગજમાં રોજ નવા આઈડિયા આવે છે... શું તમે ક્રિએટિવ છો... જો આ સવાલોનો જવાબ હાં છે તો 26 લાખ રૂપિયા લગભગ તમારી રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ નાણા કોઈ ચાર દિવસ પહેલા બનેલી કે કોઈ ફ્રોડ કંપની કે વ્યક્તિના એક કા તિન વાળા કોઈ ધૂતારા જેવા આઈડિયાથી નથી મળવાના પણ આ નેશન એરોનોટિક્સ એન્ડ સ્પેશ એડમિનિસ્ટ્રેશન (નાસા) આપી રહ્યું છે. આવો હવે વાત કરીએ 26 લાખ અંગેની જે જાણવા આપ અહીં અમારી સાથે છો.

                નાસાએ ટોઈલેટ ડિઝાઈન માટે ચેલેન્જ આપી છે. આ ટોઈલેટને એવી રીતે ડિઝાઈન કરવાનું છે જેનો ઉપયોગ સુક્ષ્‍મ ગુરુત્વાકર્ષણ અને ચંદ્ર ગુરુત્વાકર્ષણ બંનેમાં થઈ શકે. નાસાએ કહ્યું છે કે, અંતરિક્ષ યાત્રી ખાવા અને પીવા, તથા બાદમાં પેશાબ કરવા માટે સુક્ષ્‍મ ગુરુત્વા કર્ષણમાં ટોઈલેટ કરશે.

(6:49 pm IST)