Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કોરોના વાયરસની મહામારીમાં હોટલમાં રોકાવું કેટલું સુરક્ષિત ?

. હવે લોકોએ ટ્રાવેલિંગ શરૂ કર્યું છે :

કોરોના વાયરસના કારણે લગભગ ૩ મહિના સુધી ઘરમાં રહ્યા બાદ હવે ધીરે-ધીરે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. હવે નિયમો પહેલા કરતા હળવા કરવામાં આવ્યા છે. અને ધીમે-ધીમે જનજીવન સામાન્ય થઈ રહ્યું  છે.લોકો હવે સુરક્ષાના સાધનો સાથે ધીમે-ધીમે કામ પર જતા થયા છે. લોકોએ હવે ટ્રાવેલિંગ પણ શરૂ કર્યું છે અને એકથી બીજા શહેરમાં જઈ રહ્યા છે. પણ, હવે કોરોના દરમિયાન જ્યારે કોઈ વ્યકિત બીજા શહેરમાં જાય અને ત્યાં હોટલમાં રહેવું કેટલું સુરક્ષિત છે ?

. હોટલમાં રહેવું કેટલું સુરક્ષિત છે ?

હોટલ એક એવી જગ્યા છે જ્યાં વધુ લોકોની અવરજવર રહે છે. જ્યાં લોકો બીજા શહેરમાંથી આવીને રહેતા હોય છે. આ સ્થિતિમાં કોરોના વાયરસના સંક્રમણની શકયતાઓ પણ વધુ રહેલી છે. આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ ધરાવતા વ્યકિતના સંપર્કમાં આવવાથી આ સંક્રમણ ફેલાય છે અને ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. જ્યારે તમે હોટલના રૂમમાં છો ત્યારે આ સોશિયલ ડિસ્ટન્સ શકય  છે પણ જ્યારે રેસ્ટોરન્ટ અથવા હોટલના પરિસરમાં જાઓ ત્યારે સંકમણની શકયતણાઓ રહેલી છે.

. કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાની શકયતાઓ :

હોટલના રૂમમાં સાફ-સફાઈથી લઈને અન્ય કર્મચારીઓ આવતા હોય. આ કારણે રૂમમાં પણ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાની શકયતાઓ રહેલી છે. તમને એ વાતની ખબર નથી કે તમે હોટલના જે રૂમમાં આવ્યા ત્યાં અગાઉ કોણ રોકાયું હતું. અને તે વ્યકિત કોરોના સંક્રમિત હતા કે નહિં તેની પણ માહિતી નથી હોતી. આ કારણે હોટલમાં રહેવાથી કોરોના સંક્રમણની શકયતાઓ વધી જાય છે.

. માસ્ક પહેરી રાખો અને હાથ ધુઓ :

જ્યારે પણ બહારગામ જાઓ અને  હોટેલમાં રહેવાનું થાય ત્યારે માસ્ક પહેરી રાખો અને સમયસર હાથ ધોતા રહો. આખરે આપણી સુરક્ષા છેલ્લે તો આપણા હાથમાં જ રહેલી છે. તમારી સાથે સેનેટાઈઝર રાખો અને જ્યારે પણ હોટલના રૂમમાં પ્રવેશ કરો ત્યારે નળ અને દરવાજાનું હેન્ડલ સાફ રાખો.

. રૂમમાં બેસીને જમવાનો આગ્રહ રાખો :

હોટલમાં અન્ય કોઈ ચીજવસ્તુને અડતા પહેલા વિચારજો. ખાસ કરીને લિફટના બટનને અડતા પહેલા ધ્યાન રાખજો. તમારા ચહેરા પર કયારેય હાથ લગાડશો નહિં. હોટલના રૂમમાં  બેસીને જમવાનો આગ્રહ રાખો. બહુ ઓછા લોકોના સંપર્કમાં આવો અને ધ્યાન રાખો. તમારી સાથે-સાથે હોટલના મેનેજમેન્ટની પણ આ જવાબદારી રહેલી છે કે સંક્રમણ ફેલાય નહીં તેનું ધ્યાન રાખવો.

(9:37 am IST)