Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કઇ ઉંમરે સેકસમાં વધુ મજા અને સંતોષ મળે ? રિસર્ચ

નવી દિલ્હી, તા. ર૯ : જો તમે વિચારો છો કે યુવાવસ્થામાં ખાસ કરીને ટ્વેન્ટિઝમાં માણેલું સેકસ જ બેસ્ટ અને અદભૂત હોય છે, તો તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી. મોટાભાગના લોકોના વિચારો અને માન્યતા આવી જ હોય છે કે જવાન હોય ત્યારે જ સેકસની મજા લઈ શકે છે. પરંતુ આવું હંમેશા બધા સાથે નથી થતું.

અમેરિકાની એક વેબસાઈટ મેચડોટકોમ તરફથી ૨૦૧૮માં એક રિસર્ચ કરાવાયું હતું, જેને સિંગલ્સ ઈન અમેરિકા નામ આપાયું હતું. આ રિસર્ચમાં મોટાભાગના લોકોએ સ્વીકાર્યું કે ૬૦ વર્ષની ઉંમરે કરાયેલું સેકસ તેમની લાઈફનું સૌથી બેસ્ટ સેકસ હતું. રિસર્ચ ૬૬ વર્ષની સિંગલ મહિલાઓ અને ૬૪ વર્ષના સિંગલ પુરુષો પર કરાઈ હતી.

એવામાં તમને જણાવી દઈએ કે સેકસની કોઈ એકસપાયરી ડેટ નથી હોતી. સેકસ કરવા માટે તમારી અંદર માત્ર ઈચ્છા હોવું જ પૂરતું છે. એવામાં આ રિસર્ચ તમારી એવી કોઈપણ ગેરમાન્યતાને દૂર કરી શકે છે. જેમાં કહેવાય છે કે સારા સેકસ અનુભવ માટે તમારા જવાન હોવું અને સારી બોડી હોવી જરૂરી છે.

આ અભ્યાસમાં એ વાત સામે આવી કે લગભગ ૭૫ ટકા વૃદ્ઘ પોતાની સેકસ લાઈફથી ખુબ ખુશ હતા. આ પાછળનું સૌથી મોટું કારણ આ ઉંમર સુધીમાં તેમને સારી રીતે માલુમ પડી જાય છે કે પાર્ટનર સાથે બેડમાં શું અને કેવી રીતે કરવું જોઈએ.

આ રિસર્ચથી જે મહત્વપૂર્ણ વાત સામે આવી છે તે મુજબ માત્ર સેકસ જ નહીં પરંતુ લાઈફને પણ ખુલીને એન્જોય કરવી જોઈએ. ૬૦ વર્ષની ઉંમરે તમે બેસ્ટ સેકસ એટલા માટે કરી શકો છો કારણ કે આ સમયે તમારી અપેક્ષાઓ ઓછી થઈ જાય છે અને તમારે શું જોઈએ છે તે ખબર હોય છે.

(3:23 pm IST)