Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

તુર્કી સરકારે આપાતકાલ હટાવવા પર સહમતી જણાવી

નવી દિલ્હી: તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એડોર્ગન અને તેની સરકારે ગઠબંધન સહયોગીઓએ દેશથી આપાતકાળ હટાવી લેવા માટે સહમતી જણાવી છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ આ વાતનું વિસ્તૃત પ્રકારમાં વિવરણ નથી કરવામાં આવ્યું પરંતુ  આ વિષે થોડી ઘણી માહિતી મળી રહી છે. કે તુર્કીમાં હાલમાં આપાતકાળની અવધિ જુલાઈમાં સમાપ્ત થવા જઈ રહી છે.

(6:37 pm IST)
  • એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફે.બક્ષી ઉપર થયેલ અત્યાચાર વિરુદ્ધ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપ્યું.. access_time 10:39 pm IST

  • ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે પીસી મહાલનોબિસ જયંતીની 125મી વર્ષગાઠ અને સ્ટેટિસ્ટિક્સ ડેએ તેમના સન્માનના ભાગરૂપે રૂપિયા 125નો સિક્કો જાહેર કરશે. આ ઉપરાંત આજે રૂપિયા પાંચના પણ નવા સિક્કા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. access_time 1:39 pm IST

  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST