Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ચપ્‍પુની અણીએ બોયફ્રેન્‍ડ પર પૂર્વ ગર્લફ્રેન્‍ડે બળાત્‍કાર કર્યો

યુવતીએ ઘરમાં ઘુસીને ગળા પર છરી મુકીને યુવકને નિર્વષા કર્યો

મોન્‍ટાના તા. ૨૯ : સામાન્‍યપણે બંદૂક કે ચપ્‍પુની અણીએ પુરુષો દ્વારા મહિલાઓ પર બળાત્‍કારની ઘટના બનતી હોવાનું સંભળાય છે. પરંતુ અમેરિકાના મોન્‍ટાનામાં ઉલટી ગંગા જોવા મળી છે. અહીં એક પુરુષે તેની પૂર્વ ગર્લફ્રેન્‍ડ પર ચપ્‍પુની અણીએ રેપ કર્યાનો આરોપ મુક્‍યો છે.

આ યુવતી તેની સાત વર્ષ સુધી ગર્લફ્રેન્‍ડ રહી હોવાનું કહેવાય છે. મોન્‍ટાનાના ગ્રેટ ફોલ્‍સમાં એક પુરૂષે પોલીસે ફોન કર્યો હતો. તે તેના ઘરે આવ્‍યો તો તેની પૂર્વ ગર્લફ્રેન્‍ડ સામંથા રે મીઅર્સ (૧૯ વર્ષ) તેના બેડરૂમમાં એક ધારદાર શસ્ત્ર સાથે ઊભી હતી.

તે ઘરની બહાર હતો ત્‍યારે પૂર્વ ગર્લફ્રેન્‍ડ ગમે તે રીતે ઘરમાં ઘુસી ગઇ હતી તેમ તેનું કહેવું હતું. તે જયારે દરવાજો ખોલીને રૂમમાં આવ્‍યો કે તે મહિલાએ તેની પાસે આવી ચડી હતી અને ધારદાર ચપ્‍પુ તેના ગળા પર મુકી દીધું હતું. એ પછી તે યુવતીએ પોતાના પૂર્વ બોયફ્રેન્‍ડને સમગ્ર કપડા કાઢી નાંખવા કહ્યું હતું. એ પછી સામંથાએ તેના પૂર્વ બોયફ્રેન્‍ડને તેની સાથે સેક્‍સ માણવા કહ્યું હતું.

યુવતીએ સેક્‍સ માણ્‍યા બાદ તેની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્‍યું હતું અને તેના બેડ પર જ મૂત્રવિસર્જન કરીને ભાગી ગઇ હતી. પોલીસે આ યુવતી સામે છ જેટલા આરોપો મુક્‍યા છે.

પુરુષે પોલીસને જણાવ્‍યું કે મીઅર્સ હાથમાં ધારદાર શષા લઇને મારા ઉપર ચડી ગઇ હતી અને સેક્‍સ શરૂ કર્યું હતું. મેં તેને ધકેલવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા હાથ પર કરડી હતી અને સેક્‍સ પૂર્ણ કર્યું હતું. એ પછી તે મારી સાથે ઝઘડી હતી અને મારા ઘરની દીવાલ પર ચપ્‍પુથી પ્રહારો કર્યા હતા અને બેડ પર પેશાબ કરીને ભાગી ગઇ હતી.

(10:52 am IST)