Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

૮ વર્ષમાં ૮૦,૦૦૦ છોકરીઓએ રિજેકટ કર્યો, છતાં આ ભાઇ હાર્યા નથી

બીજીંગ તા. ૨૯: ૩૧ વર્ષના નિઉ શિઆન્‍ગફેન્‍ગ નામના ભાઇ તાજેતરમાં અજીબોગરીબ કારણોસર ન્‍યુઝની હેડલાઇન્‍સમાં ચમકયા છે. પહેલી વાર આ ભાઇ ૨૦૧૩ની સાલમાં સમાચારમાં ચમકયા હતા. વાત એમ હતી કે પત્‍ની જોઇએ છે એવા પોસ્‍ટર સાથે એ વખતે તેઓ બિજિંગની ગલીઓમાં ફરવા નીકળ્‍યા હતા. પોસ્‍ટરમાં પોતાના સોશ્‍યલ મીડિયા પ્રોફાઇલની લિન્‍કસ પણ જાહેર કરી હતી. તેના પિતા કેન્‍સરને કારણે થોડાક સમય પહેલાં જ મૃત્‍યુ પામ્‍યા હતા અને તે ઘરમાં એકલો રહી ગયો હોવાથી તેને પરણીને ઘરસંસાર માંડવો હતો. જોકે ભાઇની પરણવાની મુરાદ કેમેય  પુરી નથી થઇ. એ વાતને પણ પાંચ વર્ષ થઇ ગયાં, પરંતુ હજી તેને યોગ્‍ય છોકરી મળી નથી. નિઉ કુલ આઠ વર્ષથી જીવનસાથીની તલાશમાં લાગેલો છે. તેનો દાવો છે કે અત્‍યાર સુધીમાં તે ડેટ માટે લગભગ ૮૦,૦૦૦ છોકરીઓને પુછી ચૂકયો છે અને તમામે તેને રિજેકટ કર્યો છે. હવે નિઉાભાઇએ રોડ પર પોસ્‍ટર લઇને ફરવાનું બંધ કર્યુ છે, પરંતુ પત્‍નીની શોધ હજી ચાલુ જ છે. હવે તે ડેટિંગ વેબસાઇટ્‍સ પર સક્રિય છે, સોશ્‍યલ મીડિયા પર તે છોકરીઓ સાથે દોસ્‍તી કરે છે અને પછી તેમને પ્રપોઝ કરે છે. એ છતાં તેને હંમેશા રિજેકશન મળ્‍યું છે. ભાઇનું કહેવું છ કે આજકાલની યુવતીઓને ઊંચો અને હેન્‍ડસમ છોકરો જ ગમે છે જે મીઠું-મીઠું બોલે. તેમના કહેવા મુજબ પોતાને છોકરી હા નથી પાડતી એનું કારણ એ છે કે તે ઠીંગણો તેમ જ કદરૂપો છે અને છોકરીઓને ઇમ્‍પ્રેસ કરવા ખોટું નથી બોલતો.

 નિઉનું કહેવું છે કે છેલ્લાં કેટલાકં વર્ષોમાં તેણે લગભગ ૬૦,૦૦૦ છોકરીઓને ઓનલાઇન મેસેજ મોકલ્‍યા હતા અને ડેટ માટે પ્રપોઝ કર્યુ હતું. મોટા ભાગની છોકરીઓએ ચોખ્‍ખી ના પાડી અથવા તો જવાબ ન આપ્‍યો. લગભગ વીસથી ત્રીસ હજાર છોકરીઓને તેણે સ્‍ટ્રીટ પર મળીને ડેટ માટે પૂછયું હતું.

(10:08 am IST)
  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST

  • શનિવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :શુક્રવાર અને ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા access_time 1:13 am IST

  • ઓમાનના કુરિયાતમાં 24 કલાક સુધી ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન :હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સૌથી ગરમ લઘુતમ તાપમાન છે, જે આ પહેલાં ક્યારેય નોંધાયું ન હતું:કુરિયાતના નામે દેશમાં સૌથી ગરમ દિવસનો વિક્રમ નોંધાયેલો છે.: ગયા મે ૨૦૧૭માં કુરિયાતમાં તાપમાન ૫૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું હતું access_time 1:19 am IST