Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

અફઘાનિસ્તાનમાં એક જ દિવસમાં 2 વાર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. રવિવારે સાંજે 6.26 કલાકે ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 આંકવામાં આવી છે. આ પહેલા રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ અફઘાનિસ્તાનના બદખ્શાંમાં આવ્યો હતો. સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને ગુલમર્ગ સુધી અનુભવાયા હતા. કાશ્મીર હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ અફઘાનિસ્તાન ભૂકંપની ઊંડાઈ જમીનથી 220 કિલોમીટર નીચે હતી. અફઘાનિસ્તાનમાં આ ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને શ્રીનગર સુધી અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કેન્દ્રથી ગુલમર્ગ 406 કિમી અને શ્રીનગર 431 કિમી દૂર છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 70 કિમી દક્ષિણ-પૂર્વમાં પણ ભૂકંપ આવ્યો છે. સવારે લગભગ 10.19 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. EMSC અનુસાર ફૈઝાબાદ નજીક આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં આ ભૂકંપના આંચકા શ્રીનગર અને પૂંચ સુધી અનુભવાયા હતા.

 

(6:53 pm IST)