Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

દક્ષિણ કોરિયામાં લોકડાઉનમાં આપવામાં આવેલ છૂટછાટ ફરીથી હટાવી લેવામાં આવી:વાયરસ સંક્રમણના કેસમાં વધારો થતા કડકાઈ વધી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં લોકડાઉમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ સંક્રમણના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે દેશના પાટનગર સિયોલ અને તેના આજુ-બાજુના વિસ્તારોમાં શાળા-કોલેજોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયામાં વીતેલા 50 દિવસમાં ગુરુવારે સૌથી વધારે કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ નોંધાયા છે.

                 શિક્ષણ મંત્રીએ બુધવારે જણાવ્યું કે, વાયરસ સંબંધી ચિંતાઓને કારણે 561 શાળાઓમાં અભ્યાસ શરૂ થવામાં હજુ વાર લાગશે. કેસીડીસીના ડિરેક્ટર જોંગ યૂન-કિયોંગે જણાવ્યું કે, દેશમાં ફરીથી સોશિયલ ડિસન્સિંગ પ્રતિબંધ લગાવવાની જરૂર પડી શકે છે કેમકે લોકોની વધી રહેલી ગતિવિધિઓને કારણે સંક્રમણના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

(6:19 pm IST)
  • વડોદરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ : રાત્રે ધીમીધારે વરસાદ : ગોત્રી, ફતેગંજ, હરિનગર, તાંદલજા, વાસણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ : ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી: ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી access_time 10:33 pm IST

  • રાત્રે આણંદના તારાપુર પંથકમાં કમોસમી વરસાદ:વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત access_time 10:21 pm IST

  • મહિલાઓને આવતું માસિક એ કોઈ શરમજનક બાબત નથી : માત્ર યુવતીઓને જ નહીં યુવાનોને પણ આ બાબતની ખબર હોવી જોઈએ : સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના જન ઔષધિ કેન્દ્રો ઉપરથી વ્યાજબી ભાવે સેનેટરી નેપકીન વેચવાનું આયોજન કરાયું છે : મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની access_time 7:07 pm IST