Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સિંગાપુરમાં ભારતીય મુળના યુવકને ઘરે રહેવાની નોટીસના ભંગ બદલ જેલ

સિંગાપુરઃ ભારતીય મુળના એક યુવકને સિંગાપુરની એક કોર્ટે ૬ મહિનાની જેલ સજા અદાલતના ઘરે રહેવાની નોટીસના ભંગ બદલ ફટકારી છે. સુરક્ષાકર્મી એવા  કુરૈશસિંહ સંધુ ૧૭ માર્ચે ઈન્ડોનેશીયાના બાતમથી સિંગાપુર પરત ફરેલ અને તેને ઘરે રહેવાની નોટીસ આપવામાં આવેલ. જે અંતર્ગત સંધુએ ૩૧ માર્ચ સુધી ઘરે જ રહેવાનું હતુ. પણ તે પોતાના કામ ઉપર જતો હતો. ઉપરાંત તેણે અન્ય લોકો સાથે રૂમ પણ શેર કર્યો હતો જેથી સાથે રહેનારાઓ ઉપર પણ કોરોના સંક્રમણનો ખતરો વધ્યો હતો.

(3:03 pm IST)