Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વિચારો પોઝીટીવ રાખો અને ખુશ રહો

અમેરીકામાં એક કેદીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તો ત્યાંના કેટલાક વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે, આ કેદી પર કંઈક પ્રયોગ કરવામાં આવે. ત્યારે કેદીને કહેવામાં આવ્યું કે, અમે તને ફાંસી આપીને નહિં પરંતુ, ઝેરીલો સાપ કરડાવીને મારશું.

કેદીની સામે મોટો ઝેરીલો સાપ રાખવામાં આવ્યો અને કેદીના મગજમાં સતત ઝેરીલો સાપ કરડવાના વિચારો ચાલતા હતા. ત્યારબાદ કેદીની આંખો પર પટ્ટી બાંધી તેને ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યો અને  તેને સાપ નહિં પરંતુ, બે સેફટી પીન ભોંકવામાં આવી. કેદીનું અમુક =સેકન્ડમાં જ મૃત્યું થઈ ગયું. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે, કેદીના શરીરમાં સાપના ઝહેર સમાન જ ઝહેર છે.

હવે આ ઝહેર કયાંથી આવ્યું?? જેને કેદીનો જીવ લીધો છે એ ઝહેર કેદીના શરીરમાંથી જ શોકમાંથી ઉત્પન્ન થયું હતું. આપણા દરેક સંકેતમાંથી પોઝીટીવ અને નેગેટીવ એનર્જી ઉત્પન્ન થાય છે અને તે આપણા શરીરમાં તે અનુસાર હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. ૭૫ ટકા બીમારીઓનું મૂળ કારણ  નકારાત્મક વિચારમાંથી ઉત્પન્ન થતી ઉર્જા છે. તેથી હંમેશા ખુશ રહો અને વિચારો હંમેશા પોઝીટીવ રાખો.

 

(9:35 am IST)