Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આ ડાન્સથી તમે વધુ ઈન્ટેલીજન્ટ બની શકો છો..!

કામમાં ફોકસ જળવાશે અને યાદશકિતમાં થશે વધારો

જો ડાન્સ કરવો તમારો શોખ છે તો તમારા માટે એક સારા સમાચાર છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે, સાલસા ડાન્સ કરવાથી તમે ઈન્ટેલીજન્ટ બનો છો. ઉપરાંત તમારા કામ ઉપર ફોકસ પણ વધે છે અને તમારી યાદશકિત પણ તેજ થાય છે.

ટીવી ડૉકટર માઈકલ મુસ્લે અનુસાર, સાલસાના એક કલાસથી તમારી નવી જાણકારી સમજવાનો રેટ ૮ ટકા વધે છે. તેનાથી કામમાં ફોકસ અને યાદશકિતમાં ક્રમશઃ ૧૩ અને ૧૮ ટકાનો વધારો થાય છે. આ અભ્યાસનું પ્રસારણ બીબીસી પર કરવામાં આવ્યું છે.

કોવેંટ્રી યુનિવર્સીટીના પ્રોફેસર માઇકલ ડૂનકેને આ અગાઉ કોઈ પણ કસરતથી આ પ્રકારનું પરીણામ જોયુ નથી. તેઓએ જણાવ્યું કે, સાલસા ડાન્સ દ્વારા મગજ પ્રક્રિયા કરે છે.

આ ડાન્સ સ્ટાઈલથી લોકો નવા સ્ટેપ્સ અલગ-અલગ મ્યુઝીકની ધૂન પર ઝડપથી શીખી જાય છે અને યાદ પણ ઝડપથી રાખે છે. પ્રોફેસરનું કહેવુ છે કે, તેનાથી જાણવા મે છે કે, તેનું કામ પર કેટલુ ફોકસ છે. ડૉકટર મુસ્લે જણાવ્યું કે, મોટા ભાગના લોકો ડાન્સ માટે સમય કાઢતા નથી. પરંતુ આ ડાન્સ સ્ટાઈલથી લોકોનું માત્ર કામ પર ફોકસ નથી વધતુ પરંતુ, પ્રોડકિટવ પણ બને છે. પ્રોફેસર ડૂનકેનનું કહેવુ છે કે, જ્યારે આપણે ડાન્સ કરીએ છીએ તો આપણે કેટલાય સ્ટેપ્સ વિશે વિચારવુ પડે છે. કેટલાય સ્ટેપ્સને યાદ રાખવા પડે છે અને સમય સાથે સ્ટેપ્સ કરવા પડે છે. તેથી મગજને કેટલુય કામ કરવુ પડે છે.

(9:35 am IST)