Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સારી નિંદ્રા માટે આ છ રસ્તાઓ શ્રેષ્ઠ છે

અમેરીકામાં દર ત્રીજી વ્યકિત પુરતી ઉંઘ નથી મેળવતી

અમેરિકન પુખ્યવયના લોકો ગાઢ નિંદ્રથી વંચતિ રહે છે  પુખ્ત વયની લગભગ દર ત્રીજી અમેરિકન વ્યકિત પુરતી ઉંઘ નથી લેતી. બીજી બાજુ ડોકટરોનું કહેવુ છે કે આરોગ્ય માટે ગાઢ ઉંઘ એકદમ જરૂરી પાસું છે.

બર્કલે ખાતેની કેલીફોર્નીયા યુનિવર્સિટીના સ્લીપએન ન્યુરો ઇમેજીંગ લેબોરેટરીના ડાયરેકટર ડો.મેથ્યુ વોકર કહે છે કે હું અવાર નવાર કહેતો હોઉ છું કે ઉંઘએ આરોગ્ય માટેનો ત્રીજો સ્થંભ છે પણ તે ખોટું છે કારણ કે તે સ્થંભ નહી પણ પાયો છે.

લોકો જાણે છે કે ૭ થી ૯ કલાકની ઉંઘ આરોગ્ય માટે જરૂરી છે. છતાં પણ તે સહેલું નથી. અહીં નિષ્ણાતો દ્વારા ગાઢ ઉંઘ માટે છ સલાહો આપવામાં આવી છે.

(૧) તમારે કેટલી ઉંઘની જરૂરી છે તે નક્કી કરો

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાઇકીઆટ્રી એન્ડ બીહેવીઅરલ સાયન્સના પ્રોફેસર ડો. જેમી ઝેઇત્ઝર કહે છે તમારે વધારે ઉંઘની જરૂર છે તે નક્કી કરવાનો સરળ રસ્તો છે. જયારે તમને મોકો મળે ત્યારે તમે ઉંધી જતાહો અથવા તમે રોજ સાત કલાકની ઉંઘ લેતા હો પણ રજાના દિવસે વધારે ઉંઘી લેતા હો તો તમારે વધારે ઉંઘની જરૂર છે.

(૨) સાતત્ય જાળવો

ડો.વોકરના કહેવા અનુસાર સુવા માટેનો અને ઉઠવાનો એક જ સમય જાળવી રાખો. તેનાથી તમારા શરીરની ઘડીયાળ જળવાઇ રહેશે અને તમને આરોગ્ય પ્રદ ઉંઘ આવશે.

(૩) વ્યસનો ઘટાડો

નિષ્ણાતો સ્વીકારે છે કે વ્યસનોની અસર ઉંઘ પર થાય છે ઘણા લોકો એવું માનતા હોય છે કે દારૂ પીવાથી ઉંઘ સારી આવી જાય પણ તે માન્યતા ખોટી છે. દારૂની અવળી અસર ઉંઘ પર પડે છે.

(૪) ટેકનોલોજીનો સદુપયોગ

ઉંઘ માટેની ઉપયોગી ટેકનોલોજી બનાવતી ફીટબીટ કંપનીના રીસર્ચ વિભાગના ડાયરેકટર કોનોર હેનેગન કહે છે એવું નથી કે ટેકનોલોજી ઉંઘની દુશ્મન છે એવી ઘણી ટેકનોલોજી/ઉપકરણો છે જે ઉંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

નિષ્ણાતો પણ તેને સમર્થન આપતા કહે છે કે ઉંઘતા પહેલા ફોન કે વેરેબલનો ઉપયોગ હાનિકારક નથી પણ તેનો ઉપયોગ તમે કઇ રીતે કરો છો તેના પર આધાર રાખે છે તેમ ઝેઇત્ઝરનું કહેવું છે.

(૫) તમે રીલેકસ થાય તેવું કઇ કરો

ઝેઇત્ઝર કહે છે હું સુતા પહેલા કયારેય મારા ઇમેઇન ચેક નથી કરતો કેમકે મને તેનાથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, પણ તેસ્વિકારે છે કે બધા માટે આ વાત લાગુ નથી પડતી જો ઇમેલ ચેક કરવામાં તમને આનંદ આવતો હોય તો તે કરાય. તેના કહેવા અનુસાર જેનાથી તમને આનંદ અથવા રીલેકસ થયાની લાગણી થતી હોય તેવી પ્રવૃતિ સુતા પહેલા કરવી જોઇએ.

(૬) સ્લીપ ડાઇવોર્સને ધ્યાનમાં રાખો

અમેરિકામાં લગભગ ૩૦ ટકા લોકો પોતાના જીવનસાથીથી અલગ સુવે છે જેને વોકર સ્લીપ ડાઇવોર્સ કહે છે. તેમની ઉંઘ સાથે સુનારા કરતા ગાઢ હોય છે. ડો.વોકર કહે છે અલગ સુવાથી તમારા સંબંધો બગડી નહી જાય પણ ઉંઘ ચોક્કસપણે સુધરશે.

(3:40 pm IST)
  • દરેક સમાજના વિદ્યાર્થીઓને ૧૦% અનામતનો કાયદો મંજૂર : નીતિન પટેલ : મેડીકલ અને એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને થશે મોટો લાભ : નવી પ્રવેશ પ્રક્રિયામાં ૧૦% ઈબીસી અનામતનો અમલ થશે : અમરેલીમાં મેડીકલ કોલેજમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી : નાયબ મુખ્યમંત્રીની જાહેરાત access_time 4:45 pm IST

  • મમતા બેનરજીને એક વધુ ઝટકો : તૃણમૂલ કોંગ્રેસના એક વધુ ધારાસભ્ય મુનીરૂલ ઇસ્લામએ ભગવો ખેસ ધારણ કર્યો : હજુ 6 ધારાસભ્યો વેઇટિંગમાં : ભાજપનો દાવો access_time 6:02 pm IST

  • પશ્ચિમ બંગાળના એ ૫૦ પરિવારો મોદીની સોગંદવિધિમાં હાજર રહેશે : પશ્ચિમ બંગાળમાં માર્યા ગયેલા ૫૦ ભાજપ કાર્યકરોના પરિવારો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શપથ સમારોહમાં ૩૦ મેના રોજ દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે access_time 11:41 am IST