Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

લંડનમાં યોજાયો ટેટુ શો

નવી દિલ્હી: યુવાનોમાં આજકાલ ટેટુનો ક્રેઝ ખુબજ જોવા મળી રહ્યો છે યુવા ફેશનના એટલા બધા  દીવાના  થતા ગયા છે કે તે કોઈ પણ નવી વસ્તુને અજમાવતા પીછેહઠ નથી કરતા હાલમાં જે વસ્તુનો વધુ ક્રેઝ છે તો એ છે ટેટુ યુવાઓમાં તેની રુચિ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે લંડનમાં હાલમાં યોજાયેલ એક ટેટુ શોમાં પ્રેમીઓએ પોતાના શરીર પર કલાકારો પાસેથી અલગ-અલગ પ્રકારના ટેટુ કરાવડાવ્યા હતા આ શો દરમિયાન લગભગ 300થી વધુ કલાકારોએ લંડનના અલેકઝેદ્રા પાર્કમાં ગ્રેટ બ્રિટિશ ટેટુ શો માં પોતાની

સ્ટાઈલની સ્થાપના કરી હતી આ શો દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.

(6:34 pm IST)