Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અફઘાન સુરક્ષા બળોએ ભૂલથી નવ લોકોની હત્યા કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નગરહાર પ્રાંતમાં એક ઘર પર દરોડા દરમિયાન સુરક્ષા બળોએ ભૂલથી નવ લોકોની હત્યા કરી દીધી હોવાની માહિતી મળી રહી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે મરનાર લોકોમાં વધારે અસૈન્ય નાગરિક હતા પ્રાંતીય ગવર્નર હયતુલ્લાહ હયાતે આજે જણાવ્યું હતું કે ચાપરહાર જિલ્લામાં ગઈ કાલ રાતે પોલીસે છાપો મારીને કરેલ કાર્યવાહીમાં આંઠ અન્ય નાગરિક પણ ઘાયલ થયા છે મૃતક અંકમાં એક સ્થાનિક પોલીસ કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.

(6:33 pm IST)