Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રાષ્ટ્રીય વીજ કંપનીના કર્મચારીને નિશાન બનાવીને કરવામાં આવેલ વિસ્ફોટમાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ગુરુવારના રોજ પૂર્વી અફઘાનિસ્તાનના નગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદ શહેરમાં રાષ્ટ્રીય વીજ કંપનીના કર્મચારીઓના વાહનોને નિશાન બનાવીને કરેલ એક બોંબ વિસ્ફોટમાં ત્રણ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જલાલાબાદ શહેરના પોલીસ જિલ્લા 4 માં સવારના સમયે વિસ્ફોટ થયો હતો. પ્રાંતીય સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા ગુલજાદા સંગરે જણાવ્યું છે કે અન્ય 6 ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી વિસ્ફોટની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી. જલાલાબાદ શહેરમાં વિસ્ફોટ થયો ત્યારે સુરક્ષાબળોએ ઇસ્લામિક સ્ટેટના ત્રણ સભ્યોની ધરપકડ કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

(5:51 pm IST)
  • ગુજરાત સરકાર વિનામૂલ્યે સ્મશાનમાં અંતિમવિધિ માટે લાકડાં આપશે : કોરોના સંક્રમણથી થતા મૃત્યુ અંગે લેવાયો નિર્ણય : વન વિભાગ વિનામૂલ્યે જલાઉ લાકડા સ્મશાનોમાં આપશે access_time 10:40 pm IST

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોરોના : રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોનાગ્રસ્ત થયા છે : તેઓ હોમ આઈસોલેટ થયા છે access_time 10:21 am IST

  • 2004 ની કેડરના 46 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી અથવા સમકક્ષ પદ પર નિયુક્તિ કરવામાં આવી છે : આ યાદીમાં ગુજરાતના ચાર IAS અધિકારીઓ, સુ. શ્રી મનીષા ચંદ્રા, શ્રી રાજેન્દ્ર કુમાર, શ્રી રાજેશ મંજુ અને શ્રી રાકેશ શંકરનો સમાવેશ થાય છે. access_time 9:34 pm IST