Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મોબાઈલથી જાણી શકાશે હવે જંગલોમાં લાગેલ આગના ધુમાડાની માત્રા

નવી દિલ્હી: મોબાઈલથી હવે જંગલમાં લાગેલી આગમાં ધૂમાડાની માત્રા જાણી શકાશે.મોબાઈલ ફોન સિગ્નલ અને તેની સાથે સંલગ્ન ડેટાનો ઉપયોગ જંગલની આગથી નીકળેલા ધૂમાડાની માત્રાની જાણકારી મેળવવા માટે થઈ શકે છે. જાણકારી મોનાશ વિશ્વ વિદ્યાલયના નેતૃત્વમાં કરવામાં આવેલ એક સંશોધનમાંથી મળી છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે ટેકનીક વર્તમાનમાં કામ માટે ઉપયોગ થનારી ટેકનીકો જેમકે રિમોટ સેન્સીંગ ઉપગ્રહોની મદદ લઈ શકે છે. તેની મદદથી આગ અસરગ્રસ્ત ક્ષેત્રમાં રહેનારા લોકોને પ્રારંભીક ચેતવણી મોકલી શકાય છે. જેથી તેમને ધૂમાડાની હાનીકારક અસરથી બચાવી શકાય છે.

(5:50 pm IST)
  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોરોના : રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોનાગ્રસ્ત થયા છે : તેઓ હોમ આઈસોલેટ થયા છે access_time 10:21 am IST

  • કોવિડ દર્દીઓને ઓક્સિજન મળી શકે તે માટે મારુતિએ ફેક્ટરીઓ બંધ કરી મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની હરિયાણા ખાતેની ફેકટરીઓ બંધ કરવાની જાહેરાત કરી છે, જેથી મેડિકલ જરૂરિયાત માટે ઓક્સિજન પૂરો પાડી શકાય. access_time 12:06 am IST

  • ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી અને તેમના પત્ની કોરોનાગ્રસ્ત થયા : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી ડો. દિનેશ શર્મા અને તેમના ધર્મપત્ની કોરોના સંકમીત થયા છે. હાલ લખનૌની પી.જી.આઈ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. access_time 3:46 pm IST