Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

શ્રીલંકામાં સેફટી માટે બુરખા નકાબ પર આજથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:શ્રીલંકા-ઈસ્ટરના દિવસે 21 મી એપ્રિલે થયેલ આતંકી હુમલા બાદ શ્રીલંકાએ અભૂપૂર્વ પગલું ઉઠાવતા એવા તમામ કપડાંઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેનાથી મોઢું ઢાંકી શકાય. શ્રીલંકન સરકારના આ ફેસલાની અસર બુરખા અને નકાબ પહેરતી મહિલાઓ પર પણ પડશે. રિપોર્ટ્સ મુજબ આ ફેસલો રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ લીધો છે. તેમણે ટ્વીટર દ્વારા સરકારના આ ફેસલાની જાણકારી આપી છે. શ્રીલંકા સરકારે જણાવ્યું , " ચેહરો ઢાંકતી એવી કોઈપણ ચીજ જેનાથી શખ્સની ઓળખમાં સમસ્યા થતી હોય તેને તત્કાલિન અસરથી પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મામલે રાષ્ટ્રપતિ દ્વારા ફેસલો લેવામાં આવ્યો છે." શ્રીલંકા સરકારનો આ ફેસલો 29 એપ્રિલ એટલે કે આજથી લાગૂ થઈ ગયો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું , " એવા કોઈ ફેસ માસ્કના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે જેનાથી કોઈ શખ્સની ઓળખ કરવામાં સમસ્યા થતી હોય , આવા વ્યક્તિ પબ્લિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકે છે , આ આદેશ તુરંત પ્રભાવથી 29 એપ્રિલથી લાગૂ થશે." 

(6:23 pm IST)